યુવકે પહેરી 20 લાખ રુપિયાની માળા, લોકોની લાગી ભીડ, જુઓ વાયરલ વીડિયો
લગ્નમાં ઘણીવાર ચલણી નોટની માળા પહેરાવવામાં આવે છે. ઘણીવાર આ નોટ સાચી હોય છે, તો ઘણીવાર ફેક નોટ છે. સામાન્ય રીતે માળા 5-10 હજાર રુપિયાની હોય છે. પણ હાલમાં 20 લાખ રુપિયાની એક નોટની માળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લગ્નમાં બધાનું ધ્યાન સૌથી વધારે દૂલ્હા-દુલ્હન પર હોય છે. તેમના કપડાથી લઈને મેકઅપ સુધી તમામ વસ્તુઓથી લોકો આકર્ષિત થતા હોય છે. લગ્નમાં ઘણીવાર ચલણી નોટની માળા પહેરાવવામાં આવે છે. ઘણીવાર આ નોટ સાચી હોય છે તો ઘણીવાર ફેક નોટ છે. સામાન્ય રીતે માળા 5-10 હજાર રુપિયાની હોય છે પણ હાલમાં 20 લાખ રુપિયાની એક નોટની માળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જોકે આ માળા કોઈ લગ્નની માળા નથી. પણ એક યુવકે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે લગાવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો અગાસી પર ઉભો રહી છે નોટની વિશાળકાય માળા પહેરીને ઉભો છે. તે માળા તેના ગળાથી લઈને અગાસીની નીચે ફર્શ સુધી પહોંચે છે. આ માળામાં 500-500 રુપિયાની ઘણી બધી નોટ લગાવવાામં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે માળામાં લગાવવામાં આવેલી નોટ લગભગ 20 લાખ રુપિયાની છે.
20 લાખ રુપિયાની માળાનો વાયરલ વીડિયો
View this post on Instagram
આ માળાને જોવા માટે નાના-મોટા અનેક લોકો ભેગા થયા છે. લોકો મોબાઈલમાં આ ઘટનાને કેદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હરિયાણાનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. જોકે સ્પષ્ટ નથી કે કે આ વીડિયો હરિયાણના કુરેશીપુરનો જ છે કે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની પુષ્ટિ ટીવી9 કરતુ નથી.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dilshadkhan_kureshipur નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 15 મિલિયન એટલે કે 1.5 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો