છોકરો કારણ વગર કરી રહ્યો હતો વાંદરાને સળી, ખાસ અંદાજમાં કપીરાજે ભણાવ્યો પાઠ, જુઓ ફની વાયરલ વીડિયો

એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો બિનજરૂરી રીતે વાંદરાની સાથે મસ્તી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની સાથે જ ગેમ થઈ જાય છે. જુઓ આ ફની વાયરલ વીડિયો.

છોકરો કારણ વગર કરી રહ્યો હતો વાંદરાને સળી, ખાસ અંદાજમાં કપીરાજે ભણાવ્યો પાઠ, જુઓ ફની વાયરલ વીડિયો
Monkey Viral video
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 20, 2022 | 3:40 PM

સોશિયલ મીડિયા પર આપણને વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે. અમુક વીડિયો શીખવવા માટે હોય છે. એવા ઘણા વીડિયો હોય છે જેને જોયા પછી આપણે જોરથી હસીએ છીએ અને આ વીડિયો એકબીજા સાથે શેર કરીએ છીએ, અમુક વીડિયો જોયા પછી પણ આપણે વિચારવા લાગીએ છીએ કે આવા નમૂના ક્યાંથી આવે? આવો જ એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો બિનજરૂરી રીતે વાંદરાની સાથે મસ્તી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની સાથે જ ગેમ થઈ જાય છે.

વાંદરો જેટલો સ્માર્ટ છે, તેટલો જ ચંચળ અને તોફાની પણ છે. જો તેમની સાથે કોઈ પણ કારણ વગર છેડછાડ કરવામાં આવે છે, તો તેઓ તેમને પાઠ ભણાવવાનું સારી રીતે જાણે છે, પરંતુ તેમ છતાં લોકો આ વાતને સમજી શકતા નથી અને તેમની સાથે મસ્તી કરે છે, તેમની સાથે મસ્તી કરવી કેટલું ભારે પડી શકે છે, તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે જ્યાં છોકરો કોઈ કારણ વગર વાંદરાની સાથે છેડછાડ કરે છે અને તેનું પરિણામ તેને ભોગવવું પડે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરાની સામે એક નાનો છોકરો છે અને તે વાંદરાને બિનજરૂરી રીતે ચીડવી રહ્યો છે. પહેલા વાંદરો થોડીવાર તેની તરફ જુએ છે અને તેની અવગણના કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ છોકરો તેની હરકતો બંધ કરતો નથી, જેના કારણે વાંદરો ગુસ્સે થાય છે, પરંતુ થોડા સમય પછી, તે ગુસ્સામાં કૂદીને છોકરાને લાત મારે છે. આ ક્લિપ જોઈને આપણને શીખવા મળે છે કે કોઈને બિનજરૂરી રીતે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.

આ ક્લિપ gurbachansingh998877665544 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, તેને કરોડો વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2.90 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. એક યુઝરે લખ્યું કે, જાનવરોને ચીડવવું ખોટું છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આગલી વખતે આ છોકરી પ્રાણીની નજીક જતા પહેલા સો વખત વિચારશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati