Viral: કચરાના ઢગલામાં છોકરાએ કર્યા ગજબના સ્ટંટ, લોકોએ કહ્યું, ‘અદ્ભૂત ટેલેન્ટ’

તાજેતરના દિવસોમાં એક એવા ટેલેન્ટેડ છોકરાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કચરાના ઢગલા પર એવો સ્ટંટ(Stunt Viral Video)કરે છે, જેને જોઈને સારા સ્ટંટમેનના પરસેવા ચોક્કસ છૂટી જાય.

Viral: કચરાના ઢગલામાં છોકરાએ કર્યા ગજબના સ્ટંટ, લોકોએ કહ્યું, 'અદ્ભૂત ટેલેન્ટ'
Stunt Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

May 26, 2022 | 8:51 AM

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જે લોકોના સપના મોટા હોય છે, તેઓ પોતાની પરિસ્થિતિ જોઈને રડતા નથી કે પસ્તાતા નથી, પરંતુ તેમની મહેનતથી તેમને બદલી નાખે છે. આવા લોકો માટે, આજના સમયમાં, સોશિયલ મીડિયા આ લોકોને દુનિયાની સામે તેમની કુશળતા બતાવવાની એક ખાસ તક આપી રહ્યું છે. દરરોજ એક કરતા વધુ પ્રતિભાશાળી લોકોના વીડિયો વાયરલ (Viral Video)થાય છે. જે લોકોને ખૂબ જ ગમે છે. તાજેતરના દિવસોમાં પણ આવા ટેલેન્ટેડ છોકરાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કચરાના ઢગલા પર એવો સ્ટંટ(Stunt Viral Video)કરે છે, જેને જોઈને સારા સ્ટંટમેનના પરસેવા ચોક્કસ છૂટી જાય છે.

વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે આ ક્લિપ કોઈ ઝૂંપડપટ્ટી વિસ્તારની છે, જ્યાં કેટલાક લોકો ઉભા છે અને ત્યારે એક છોકરો ઉઘાડા પગે દોડતો આવે છે અને એવી કાર્ટવ્હીલ મારે છે, જેને જોઈને ક્ષણભર માટે સારામાં સારા સ્ટંટમેન પણ સ્તબ્ધ થઈ જાય. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વીડિયો ક્યાંનો છે, પરંતુ એવું જોવા મળી રહ્યું છે કે તે કોઈ સ્લમ વિસ્તારનો છે.

આ ચોંકાવનારો વીડિયો @TheFigen નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે બ્રાવો બેબી! આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 4.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

આ ક્લિપ જોયા પછી બધા ચોંકી ગયા છે. આ સાથે જ લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ કોમેન્ટ્સ કરી છે અને યુવકના સ્ટંટને ખતરનાક ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે આ સ્ટંટ ખરેખર ખતરનાક છે અને બાળકે તેને ખૂબ જ સારી રીતે પરફોર્મ કર્યું છે. જ્યારે અન્ય એક યુઝરે પણ આવી જ રીતે લખ્યું છે કે આ કરવામાં તો સારા સારા સ્ટંટમેનની હવા નીકળી જશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati