Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Vide0) થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો ખુબ રમુજી હોય છે, જે જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક જે રીતે તેની ગર્લફ્રેન્ડને (Girl Friend) નદી પાર કરાવી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક અને તેની ગર્લફ્રેન્ડ ધોધની નજીકથી પસાર થઈ રહ્યા છે. સાથે જ વીડિયોમાં ઝરણાનું પાણી પહાડી માર્ગની વચ્ચેથી વહેતું જોવા મળે છે. આ યુવક આગળ ચાલી રહ્યો છે, જ્યારે છોકરી તેને અનુસરી રહી છે. ત્યારે જ આ યુવક કંઈક એવું કરે છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે. આ યુવક બે પથ્થર વચ્ચે માનવ પૂલ (Human Bridge) બની જાય છે, જેથી તેની ગર્લફ્રેન્ડ સરળતાથી નદી પાર કરી શકે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે.
View this post on Instagram
આ ખૂબ જ ક્યૂટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયને અત્યાર સુધીમાં 1 લાખ 71 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આને જ કહેવાય જેન્ટલમેન. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ ગજબનો પ્રેમ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ (Users) પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral: આનંદ મહિન્દ્રાએ હૃદય સ્પર્શી આ તસવીરને ગણાવી 2021ની સૌથી શ્રેષ્ઠ તસવીર