જાટ સમુદાયની નારાજગી દુર કરવામાં લાગી ભાજપ, નારાજ ખેડુતોને મનાવવાનાં ભાગરૂપે જોવાઈ રહ્યો છે વડાપ્રધાન મોદીનો આ માસ્ટર સ્ટ્રોક

રાજ્યના પાંચમા ઈન્ટરનેશનલ એરપોર્ટના બહાને પશ્ચિમ યુપીના જાટલેન્ડ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. 1 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે

જાટ સમુદાયની નારાજગી દુર કરવામાં લાગી ભાજપ, નારાજ ખેડુતોને મનાવવાનાં ભાગરૂપે જોવાઈ રહ્યો છે વડાપ્રધાન મોદીનો આ માસ્ટર સ્ટ્રોક
PM Narendra Modi

PM Narendra Modi: યુપી વિધાનસભા ચૂંટણી 2022(UP Assembly Election 2022) નજીક આવતા જ દરેક પાર્ટીએ રાજકીય સમીકરણ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી સરહદો પર ચાલી રહેલા આંદોલનને કારણે ભાજપને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે જેવર એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી(PM Narendra Modi)એ માસ્ટર સ્ટ્રોક રમીને પશ્ચિમ યુપીના જાટોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા 7 દિવસમાં આ બીજી વખત છે જ્યારે PMએ જાટલેન્ડમાં બીજેપીની સરકતી જઈ રહેલી જમીનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. 

આજે જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને પીએમ મોદીએ માત્ર દેશના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ રાજ્યના પાંચમા ઈન્ટરનેશનલ એરપોર્ટના બહાને પશ્ચિમ યુપીના જાટલેન્ડ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. 1 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે જાટ ભાજપથી અંતર બનાવી રહ્યા છે. 

પશ્ચિમ યુપીના જાટોને ખુશ કરવાનો પ્રયાસ

આ સંજોગોમાં 19 નવેમ્બરના રોજ પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાતને પશ્ચિમ યુપીના જાટોને ખુશ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. કૃષિ કાયદાઓ હટાવ્યાના એક સપ્તાહ બાદ આજે નોઈડાના જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન કોઈ માસ્ટર સ્ટ્રોકથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવ અને જયંત ચૌધરી ખેડૂતોના આંદોલનને કારણે બગડેલા રાજકીય સમીકરણોને ઉકેલવા માટે એક થયા છે. જેવર એરપોર્ટના ઉદઘાટનને ભાજપની ઘટતી વોટ બેંક મેળવવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપ નારાજ ખેડૂતોને મનાવવામાં વ્યસ્ત

જણાવી દઈએ કે યુપીની 403 સીટોવાળી વિધાનસભામાં 136 સીટો પશ્ચિમ યુપીની છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 80 ટકા બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિ પહેલા કરતા અલગ છે. 1 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે જાટોમાં ભાજપ પ્રત્યે નારાજગી છે. જેના કારણે આગામી ચૂંટણીમાં પાર્ટીને નુકસાન વેઠવું પડી શકે છે. પરંતુ ભાજપે હવે જાટલેન્ડ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati