પોલીસના અત્યાચારનો વધુ એક Video Viral, નિર્દોષને જબરદસ્તી ગુનેગાર બનાવી માર માર્યો

આ વીડિયો પછી, તે વ્યક્તિનો બીજો વીડિયો વાયરલ થયો, જેમાં તેણે કહ્યું કે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા બાદ પોલીસકર્મીઓએ તેની માફી માંગી અને સાંજે તેને છોડી દીધો.

પોલીસના અત્યાચારનો વધુ એક Video Viral, નિર્દોષને જબરદસ્તી ગુનેગાર બનાવી માર માર્યો
Viral Video of a Bihar Police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:49 AM

પોલીસકર્મીઓના વીડિયો દરરોજ વાયરલ થતા જોવા મળે છે. જેમાંથી કેટલાક રમુજી હોય છે કેટલાક આશ્ચર્યજનક હોય છે. હવે આ જ ક્રમમાં, બિહારના પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ (Bihar Police Viral Video) થઈ રહ્યો છે, જેમાં તેઓ એક વ્યક્તિ સાથે અભદ્ર વર્તન કરતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, પટનામાં (Patna), પોલીસ જગ્યા -જગ્યાએ વાહન ચેકિંગ (Police Checking) અભિયાન ચલાવી રહી છે.

આ દરમિયાન એક વ્યક્તિ પોલીસકર્મીનો શિકાર બની ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે પોલીસ કર્મચારી વ્યક્તિ પર આરોપ લગાવે છે અને કહે છે કે – અમે મારીશું તમને, તમે ચોરી કરો છો, તમે ગુનેગાર છો. જ્યારે તમને અમે ચેક કરી રહ્યા છે તો તમે ભાગ્યા કેમ, લાકડીથી મારીશું તમને.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પછી વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે પોલીસ કર્મચારી વ્યક્તિને મારે છે અને તેનો ફોન છીનવી લે છે, જેથી તે કંઈપણ રેકોર્ડ કરી શકે નહીં. હવે આ વીડિયો પછી, તે વ્યક્તિનો બીજો વીડિયો વાયરલ થયો, જેમાં તેણે કહ્યું કે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા બાદ પોલીસકર્મીઓએ તેની માફી માંગી અને સાંજે તેને છોડી દીધો.

આ દરમિયાન લેડી કોન્સ્ટેબલે તે વ્યક્તિને ધમકી પણ આપી હતી કે તે તેની સામે ખોટો કેસ લખશે. વળી, તે વ્યક્તિની બાઇકની કિંમત 5 લાખ રૂપિયા હતી, જેને તેમણે સંપૂર્ણપણે ખરાબ કરી દીધી.

હવે આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. મોટાભાગના લોકો પોલીસકર્મીની કાર્યવાહીથી ખૂબ જ નિરાશ છે અને કેટલાક એવા છે જે વ્યક્તિને સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે. પ્રતિક્રિયા વિશે વાત કરીએ તો, એક વપરાશકર્તાએ ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘આવા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરો’, અન્ય વપરાશકર્તાએ લખ્યું કે ‘મહિલા પોલીસ પર કાર્યવાહી થવી જોઈએ, ચોક્કસપણે એક મહિલા છે, પરંતુ તેણે તેનો લાભ ન ​​લેવો જોઈએ.

‘ત્રીજા વપરાશકર્તાએ લખ્યું,’ આવા પોલીસકર્મીઓની જગ્યા પોલીસ સ્ટેશનમાં નથી, તેઓએ ઘરમાં બેસવું જોઈએ ‘આ સિવાય કેટલાક યુઝર્સે લખ્યું છે – ભાઈ, અમારી સહાનુભૂતી તમારી સાથે છે, મજબૂત રહો.

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો છે. વીડિયો bikesway_official ના પેજ પર શેર કરવામાં આવ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પેજ પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત, લોકો તેમની જબરદસ્ત પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કંઇ પણ વાયરલ થતા સમય નથી લાગતો, દુનિયામાં ગમે તે થાય તે અપલોડ થતાની સાથે જ વાયરલ થઇ જાય છે. આ વાયરલ વીડિયોને શેર કરતા પેજના એડમીને કેપ્શનમાં લખ્યું, ‘મધ્યમવર્ગીય પરિવારમાંથી આવવું મારી ભૂલ છે! હું પટના ટ્રાફિક એસએસપીને દરમિયાનગીરી કરવા અને કડક કાર્યવાહી કરવા વિનંતી કરું છું. હવે 73 કલાક થઈ ગયા છે, બાકીની રાહ છે.

આ પણ વાંચો –

માઈક્રોસોફ્ટના સીઈઓ Satya Nadelaને મળ્યો પ્રતિષ્ઠિત સીકે ​​પ્રહલાદ એવોર્ડ, જાણો શા માટે મળ્યુ છે આ સન્માન

આ પણ વાંચો –

Vastu Tips for Business: બિઝનસ માટે અપનાવો આ લાભકારી ઉપાય, રોકાયેલા વ્યવસાયને મળશે જોરદાર ગતિ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">