અનોખા લગ્ન : દુલ્હન ઘોડા પર સવાર થઈને પહોંચી વરરાજાના ઘરે, યુઝર્સ કહ્યુ “દુલ્હા લે જાયેગી દુલ્હન”

આજકાલ સોશિયલ મીડિયા પર એક દુલ્હનનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ દુલ્હનનો સ્વૈગ જોઈને તમે પણ દંગ રહી જશો.

અનોખા લગ્ન : દુલ્હન ઘોડા પર સવાર થઈને પહોંચી વરરાજાના ઘરે, યુઝર્સ કહ્યુ દુલ્હા લે જાયેગી દુલ્હન
Bride video goes viral
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 21, 2021 | 11:31 AM

Viral Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા(Social Media)  પર લગ્ન સંબધિત વીડિયો દરરોજ વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયોમાં દુલ્હા-દુલ્હનની (Bride-Groom) એન્ટ્રી તો ક્યારેક દુલ્હનનો સ્વૈગ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે.તાજેતરમાં આવો જ એક દુલ્હનનો વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે.આ દુલ્હનો અનોખો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ

સામાન્ય રીતે રિવાજ મુજબ વરરાજા ઘોડા પર સવાર થઈને દુલ્હનના ઘરે પહોંચે છે,પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યુ છે.જી હા…આ અરહોસ્ટેસના લગ્ન હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન ઘોડા પર સવાર થઈને ઠાઠ-માઠથી વરરાજાના ઘરે પહોંચે છે.આ દુલ્હનનો વીડિયો(Bride Video)  હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

અનોખા લગ્ન જોવા માટે ઉમટી ભીડ

મળતા અહેવાલો મુજબ, બિહારના (Bihar) ગયા જિલ્લાના ચાંદચૌરામાં આ અનોખા લગ્ન થયા છે. જ્યા દુલ્હન ઘોડા પર સવાર થઈને વરરાજાના ઘરે પહોંચે છે. આ અનોખા લગ્ન જોવા માટે રસ્તા પર જનમેદની ઉમટી હતી.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

ભેદભાવ નાબૂદ કરવા માટે કરી અનોખી પહેલ

દુલ્હન અનુષ્પા ગુહાએ કહ્યું કે, આજે પણ છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે. છોકરા-છોકરી વચ્ચેનો ભેદભાવ દૂર કરવા માટે મેં આ પહેલ કરી છે. ત્યારે દુલ્હનની આ અનોખી પહેલની હાલ લોકો પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : એ…એ…ધડામ ! યુવકને સાઈકલ પર સ્ટંટ કરવા ભારે પડ્યા, બેલેન્સ બગડતા હાલ થયા બેહાલ

આ પણ વાંચો : Funny Video : મરધી સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી મરઘીએ યુવતીને આ રીતે ભણાવ્યો પાઠ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati