લગ્નના કાર્ડમાં ચકલીનો માળો ! ક્યારેય નહીં જાઇ હોય આવી અનોખી પત્રિકા

ગુજરાતના એક વ્યક્તિએ પોતાના લગ્નનું કાર્ડ (Wedding Card) છાપ્યું છે, તે કાર્ડમાં પક્ષી પોતાનું ઘર બનાવીને જીવી શકે છે. એક રીતે આ વ્યક્તિએ મેરેજ કાર્ડના નામે પંખીનો માળો બનાવી દીધો છે.

લગ્નના કાર્ડમાં ચકલીનો માળો ! ક્યારેય નહીં જાઇ હોય આવી અનોખી પત્રિકા
Wedding Card

હાલમાં લગ્નની સિઝન (Wedding Season) ચાલી રહી છે. લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે ઘણી અલગ વસ્તુઓ કરવાનો પ્રયાસ કરે છે. ગુજરાતના (Gujarat) એક વ્યક્તિએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કંઈક એવું કર્યું, જે જાણીને તમે પહેલા તો ચોંકી જશો. જો કે, આખું સત્ય જાણ્યા પછી, તમે આ વ્યક્તિના વખાણ કરશો.

ગુજરાતના આ વ્યક્તિએ પોતાના લગ્નનું કાર્ડ (Wedding Card) છાપ્યું છે, તે કાર્ડમાં પક્ષી પોતાનું ઘર બનાવીને જીવી શકે છે. એક રીતે આ વ્યક્તિએ મેરેજ કાર્ડના નામે પંખીનો માળો બનાવી દીધો છે. સૌથી ખાસ વાત એ છે કે આ વેડિંગ કાર્ડ મોંઘુ ન હોવા છતાં પણ આ વ્યક્તિના લગ્નનું કાર્ડ સમાચારોમાં છવાયું હતું. ગુજરાતના ભાવનગરમાં રહેતા શિવભાઈ રાવજીભાઈ ગોહિલે તેમના પુત્રના લગ્નમાં આ અનોખું કાર્ડ છાપ્યું હતું.

ખરેખર શિવભાઈ રાવજીભાઈએ વિચાર્યું કે લોકો લગ્નનું કાર્ડ ફેંકી દે છે. એટલા માટે તેને તેના પુત્રના લગ્નમાં એવું કાર્ડ છાપવાનું નક્કી કર્યુ કે જેને લોકો ફેંકશે નહીં. તેથી જ તેને માળો ધરાવતું કાર્ડ બનાવવાનો વિચાર આવ્યો. સ્પેરો અથવા અન્ય કોઈપણ નાનું પક્ષી આ કાર્ડમાં રહી શકે છે. શિવભાઈએ જણાવ્યું કે તેમનો પુત્ર જયેશ ઈચ્છતો હતો કે તેમના લગ્નનું કાર્ડ એવું હોવું જોઈએ કે લોકો તેનો ફરીથી ઉપયોગ કરી શકે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગુજરાતના એક બિઝનેસમેનએ તેમના પુત્રના લગ્ન માટે 4 કિલોનું ઇન્વિટેશન કાર્ડ પ્રિન્ટ કર્યું હતું. જ્યારે આ આમંત્રણ કાર્ડ મહેમાનો સુધી પહોંચ્યુ હતું, ત્યારે તે તેની અંદરનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેને દુનિયાનું સૌથી હેવી વેડિંગ કાર્ડ પણ કહી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે આ કાર્ડની કિંમત 7 હજાર રૂપિયા હતી.

આ કાર્ડને બોક્સ આકારનું બનાવવામાં આવ્યું હતું. કાર્ડ ખોલ્યા પછી, મહેમાનોએ તેની અંદર મલમલના કપડાના ચાર નાના બોક્સ જોયા. આ બોક્સમાં ડ્રાયફ્રૂટ્સ મૂકવામાં આવ્યા હતા. આ કાર્ડનું કુલ વજન 4 કિલો 280 ગ્રામ હતું. કાર્ડની અંદર મલમલના કપડાના બોક્સ હતા, જેમાં એકમાં કાજુ, બીજામાં કિસમિસ, ત્રીજામાં બદામ અને ચોથા ભાગમાં ચોકલેટ્સ રાખવામાં આવી હતી. લગ્નસરાની સિઝનના કારણે આ કાર્ડ ચર્ચાનો વિષય બન્યું હતું.

આ પણ વાંચો –

Omicron Symptoms: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિમાં જોવા મળ્યું હતું માત્ર એક જ લક્ષણ, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો –

UP Assembly Election 2022: આવતા અઠવાડિયે યુપીમાં ભાજપ કરશે છ રેલી, PM મોદી અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati