સોશિયલ મીડિયાનો જમાનો છે. અહીં ઘરે બેસીને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની તમામ માહિતી મળે છે. આ સિવાય ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ વીડિયો(Viral Video)નો અલગ જ ક્રેઝ છે. આપને અહીં દરરોજ તમામ પ્રકારના વીડિયો જોવા મળે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ સિવાય ડાન્સ રીલ્સ (Dance Reels Viral)નો પણ ઘણો ક્રેઝ છે. આ હાલ આપણા દેશના લોકોનો જ નહીં પણ વિદેશીઓનો પણ છે. હાલના દિવસોમાં એક વિદેશી મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જે હરિયાણવી ગીતો પર જબરદસ્ત રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આપણે જ્યારે કોઈ વિદેશીને ભારતીય સંસ્કૃતિ અપનાવતા કે ભારતીય પોશાક પહેરતા જોઈએ છીએ ત્યારે આપણને આપણી સંસ્કૃતિ અને સભ્યતા પર ગર્વ થાય છે અને જ્યારે પણ આવા લોકોના વીડિયો જોવા મળે છે ત્યારે આપણે તેને શેર કરીએ છીએ. આ જ કારણ છે કે આવા વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવી જ એક ક્લિપ આજકાલ ચર્ચામાં છે. જ્યાં ઓસ્ટ્રેલિયાની એક મહિલા હરિયાણવી ગીત પર ડાન્સ કરી રહી છે. તેની ડાન્સ સ્ટાઇલ અને હાવભાવ જોઈને તમે પણ ફિદા થઈ જશો.
વાયરલ વીડિયોમાં એક હરિયાણવી યુવક તેની ઓસ્ટ્રેલિયન પત્ની સાથે હરિયાણવી ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન મહિલાએ સૂટ અને સલવાર પહેરી છે અને તે તેના પતિ સાથે હરિયાણવી ગીત પર ડાન્સ કરી રહી છે. જો કે વીડિયો ઘણો લાંબો છે, પરંતુ કોઈને ઈમ્પ્રેસ કરવા માટે એક ક્ષણ પૂરતી છે. દેશી પતિ અને વિદેશી પત્નીની આ જોડી લોકોને ખૂબ જ પસંદ આવી છે.
View this post on Instagram
વાયરલ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોયો છે, જ્યારે 90 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. આ સાથે જ લોકોએ તેના પર કોમેન્ટ કરીને પોતાના ફીડબેક પણ આપ્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતું કપલ વાસ્તવમાં પતિ-પત્ની છે. મહિલાનું નામ કર્ટની અને તેના પતિનું નામ લવલીન છે અને તે બંને તેમના ત્રણ બાળકો સાથે મેલબોર્નમાં રહે છે. પરંતુ માતા-પિતા સાથે ભારતમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવા માટે લવલીન, પત્ની અને બાળકો સાથે તાજેતરમાં જ તેમના ગામ પહોંચ્યા છે.