Viral Video: પેરિસમાં પણ શાહરૂખ-દીપિકાની ફિલ્મ પઠાણનો ક્રેઝ, ‘ઝૂમે જો પઠાણ’ સોન્ગ પર દર્શકોએ થિયેટરોમાં ડાન્સ કર્યો

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 6:21 PM

શાહરૂખ ખાન (Shah Rukh Khan), દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ પઠાણનો ક્રેઝ દુનિયાભરમાં જોવા મળ્યો છે. દેશ અને વિદેશના દર્શકો શાહરૂખ-દીપિકાના ગીતો પર ડાન્સ કરતા પોતાને રોકી શકતા નથી. હાલમાં જ પેરિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: પેરિસમાં પણ શાહરૂખ-દીપિકાની ફિલ્મ પઠાણનો ક્રેઝ, 'ઝૂમે જો પઠાણ' સોન્ગ પર દર્શકોએ થિયેટરોમાં ડાન્સ કર્યો
Viral Video
Image Credit source: Instagram

બોલિવૂડના બે મેગાસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પઠાન રિલીઝ થઈ ગઈ છે. બોલિવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ‘પઠાણ’થી મોટા પડદા પર પરત ફર્યો છે. આવી પરિસ્થિતિમાં શાહરૂખના ફેન્સ માટે આ કોઈ સેલિબ્રેશનથી ઓછું નથી. પઠાણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી હિટ સાબિત થઈ છે.

આ સાથે જ ફિલ્મના ગીતો પણ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. એક્ટર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. દેશ અને વિદેશના દર્શકો શાહરૂખ-દીપિકાના ગીતો પર ડાન્સ કરતા પોતાને રોકી શકતા નથી. આવી પરિસ્થિતિમાં હવે પેરિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દર્શકો ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Connect FM Canada, 91.5 – Surrey, 101.7 – Edmonton (@connectfmcanada)

ઝૂમે જો પઠાણ પર ઝૂમ્યાં દર્શકો

સોશિયલ મીડિયા પર આવા ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જ્યાં પઠાણ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવામાં કેટલાક વીડિયોમાં દર્શકો ગીતો પર ડાન્સ કરતા પણ જોવા મળે છે. હાલમાં પેરિસનો એક વીડિયો સામે આવ્યો છે. ફરિદુન દ્વારા પેરિસનો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે, જેમાં દર્શકો થિયેટરોમાં ઝૂમે જો પઠાણ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેને ભારતીય સિનેમાની તાકાત ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકી નથી ઉઠાવી રહ્યો બાળકોનો ખર્ચ, પત્ની આલિયાના વકીલે કર્યા આક્ષેપો

ડંકી અને જવાનમાં જોવા મળશે શાહરૂખ

શાહરૂખની મોસ્ટ અવેટેડ અને કમબેક ફિલ્મ પઠાણે ધમાલ મચાવી છે. પઠાણ બાદ શાહરૂખ ખાન ફિલ્મ ડંકી ઔર જવાનમાં જોવા મળશે. રાજકુમાર હિરાનીની ડંકીમાં તાપસી પન્નુ સાથે શાહરૂખ ખાન પહેલીવાર જોવા મળશે. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ બે ફિલ્મો સિવાય શાહરૂખ ડાયરેક્ટર એટલીની સાથે ફિલ્મ જવાનમાં પણ જોવા મળશે. શાહરૂખ ખાનની જવાન 2 જૂન, 2023ના રોજ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati