સોશિયલ મીડિયા પર અજાણી છોકરીને ચા માટે પુછવુ આ IAS ને પડ્યુ ભારે, ચેટ ચારે તરફ વાયરલ

છોકરીનો પક્ષ લેનાર લોકો કહી રહ્યા છે કે, આ રીતે કોઇ અજાણી છોકરીને મેસેજ મોકલવો શુ યોગ્ય છે. આ સિવાય ચર્ચામાં કેટલાક મજા લેનાર લોકો પણ જોડાઇ ગયા.

સોશિયલ મીડિયા પર અજાણી છોકરીને ચા માટે પુછવુ આ IAS ને પડ્યુ ભારે, ચેટ ચારે તરફ વાયરલ
IAS Lokesh Jangid trolled for offering tea to a girl

મધ્ય પ્રદેશ કેડરના આઇએએસ ઓફિસરને ચા પીવી મોંઘી પડી છે. એવુ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે, આઇએએસ લોકેશ કુમાર જાંગિડની સાથે કઇંક આવુ જ થયુ છે. તેમણે એક છોકરીને સોશિયલ મીડિયા પર પૂછ્યુ કે શું તમે મારી સાથે ચા પીવા આવશો. ત્યારબાદ એટલો રાયતો ફેલાઇ ગયો કે પછી સાફ કરવો મુશ્કેલ પડ્યો. સોશિયલ મીડિયા પર આઇએએસની આ ટી ઓફર આ સમયે ચર્ચા માટે હોટ ટોપિક બની ગયો છે. કોઇ આ મેસેજ માટે આઇએએસ પર નિશાનો સાધી રહ્યા છે તો કોઇ આ આઇએએસના પક્ષમાં ઉભા રહ્યા છે.

જે છોકરીને આઇએએસએ ચા પર જવા માટેની વાત કરી તે છોકરીએ તેમની ચેટનો સ્ક્રિન શોટ શેયર કર્યો છે ત્યારથી જ આ મામલો ગરમ થઇ ગયો છે. હવે કોણ સાચુ છે અને કોણ ખોટુ એ તો આપણે ન કહી શકીએ. પરંતુ આ વિષય પર શું ચર્ચા ચાલી રહી છે અને લોકો પોતાના શુ વિચારો લખી રહ્યા છે. આ વિશે અમે તમને જણાવીશું

 

IAS લોકેશ જાંગિડને ટ્રોલ કરી રહ્યા છે લોકો

ટ્વીટર પર આઇએએસ લોકેશના પક્ષમાં ઉભા રહેલા લોકો બોલી રહ્યા છે કે જો કોઇને સારી રીતે ચા પર જવા માટે પુછવામાં આવે તો તેમાં ખોટું શુ છે ? લોકોનું કહેવું છે કે જો છોકરીને લોકેશની વાત ખોટી લાગી તો તેણે ચેટમાં સ્પષ્ટ પણે જણાવી દેવાની જરૂર હતી કે તે ઇન્ટ્રેસ્ટેડ નથી. ચેટ શેયર કરવાની શું જરૂર હતી. જ્યારે કેટલાક લોકોનું કહેવુ છે કે મેસેજ કરનાર વ્યક્તિ એક આઇએએસ ઓફિસર છે. એટલા માટે છોકરીએ સ્ક્રિન શોટ શેયર કરીને વિવાદને મોટો કરવાનો પ્રયત્ન કર્યો.

 

જ્યારે છોકરીનો પક્ષ લેનાર લોકો કહી રહ્યા છે કે, આ રીતે કોઇ અજાણી છોકરીને મેસેજ મોકલવો શુ યોગ્ય છે. આ સિવાય ચર્ચામાં કેટલાક મજા લેનાર લોકો પણ જોડાઇ ગયા જે હવે મીમ્સ બનાવીને વાતની મજા લઇ રહ્યા છે.

 

આ પણ વાંચો –

Shravan-2021: શું તમને ખબર છે કે વિવિધ દેવી-દેવતા કયા શિવલિંગની કરે છે પૂજા ? જાણો, શિવલિંગના દુર્લભ સ્વરૂપોનો મહિમા

આ પણ વાંચો –

Drone attack in Saudi Arabia: સાઉદી અરબ એરપોર્ટ પર ડ્રોન હુમલો, આઠ લોકો ઘાયલ, એક પેસેન્જર પ્લેનને નુકસાન

આ પણ વાંચો –

Boycott China : ચીટર ચીનનું ચિટીંગ, દુનિયાને ઓનલાઇન ગેમ્સનો ચસ્કો લગાવીને પોતાના દેશમાં કરી પ્રતિબંધિત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati