ટ્વીટર પર આવતા જ છવાઈ કંગના રણૌત, લોકોએ ફની મીમ્સ કર્યા શેર, જુઓ Video

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Jan 24, 2023 | 11:17 PM

Kangana Ranaut: બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતની ટ્વીટર વાપસી થઈ ગઈ છે. તેમણે ટ્વીટ દ્વારા તેના વિશે જાણકારી આપી છે અને કહ્યુ છે કે ટ્વીટર પર ફરી વાપસીથી સારુ લાગી રહ્યુ છે. હવે જ્યારે આ જાણકારી ફેન્સને મળૂ છે તો તેઓ ખુશીથી ઝુમી ઉઠ્યા અને અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટ્વીટર પર આવતા જ છવાઈ કંગના રણૌત, લોકોએ ફની મીમ્સ કર્યા શેર, જુઓ Video
કંગનાની ટ્વીટર પર વાપસી

બોલિવુડની બેબાક એક્ટ્રેસ ગણાતી કંગના રણૌતના ફેન્સ માટે એક ખુશખબરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી તેની વાપસી થઈ છે. તેની જાણકારી ખુદ કંગનાએ ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કર્યુ છે, “હેલો મિત્રો, ફરી આવીને બહુ સારુ લાગ્યુ” અભિનેત્રીની લગભગ દોઢ વર્ષ બાદ ટ્વીટર પર વાપસી થઈ છે.

તેમણે આવતાની સાથે જ ટ્વીટર પર તેની આવનારી ફિલ્મ ‘ઈમરજન્સી’ નો બિહાઈન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે. સાથે જ ફિલ્મની રિલિઝ ડેટની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યુ કે ફિલ્મની શુટિંગ પુરી થઈ ચુકી છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ 20 ઓક્ટોબર 2023એ જોવા મળશે.

યુઝર્સની પ્રતિક્રિયાઓ જોઈ લો

કંગના રણૌતની ટ્વીટ પર વાપસીની ખબરથી ફેન્સમાં ખુશીની લહેર છે. ટ્વીટર પર #KanganaRanaut ટોપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. યુઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યુ છે કે ‘વેલકમ બેક ક્વીન’ તો કોઈ ફિલ્મની પ્રશંસા કરી રહ્યુ છે.

એક યુઝરે તો લખ્યુ છે કે ‘ઈમરજન્સી કંગના રણૌતની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હશે’ તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે ‘આ ફિલ્મ બોક્સ ઓફિસ કમાણીમાં ક્વીનને પણ પાછળ છોડી દેશે’

આ પણ વાંચો: ‘બૂસ્ટર ડોઝ લગાવ્યા બાદ મને લાગ્યું હું મરી રહ્યો છું’-કોરોના વેક્સીન પર ટ્વીટરના CEOનું નિવેદન

તો અન્ય એક યુઝરે મીમ્સ દ્વારા કંગનાને ટ્વીટ પર પરત આવવા બદલ શુભેચ્છા આપી છે. જ્યારે કેટલાક યુઝર્સ હેરાન પરેશાન પણ નજર આવી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati