Video : માત્ર મિનિટોમાં આ વ્યક્તિએ દિવાલ પર બનાવ્યુ અનોખુ પેઈન્ટિંગ, જોઈને લોકો થયા મંત્રમુગ્ધ
આ દિવસોમાં એક પ્રતિભાશાળી વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જે રીતે પેઈન્ટિંગ કરી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.
Viral Video : સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાનુ ટેલેન્ટ દેખાડતા જોવા મળે છે. ઈન્ટરનેટ પર વાયરલ (Viral) થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક વ્યક્તિઓની પ્રતિભા જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોઈ પણ પેઈન્ટિંગ (Painting) બ્રશ વગર હાથથી દિવાલમાં પેઈન્ટિંગ કરતો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર છવાયેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ માત્ર મિનિટોમાં જ રોડની બાજુમાં એક અદ્ભુત પેઇન્ટિંગ બનાવે છે. આ સુંદર પેઈન્ટિંગ જોઈને લોકો પણ દંગ રહી ગયા. પેઈન્ટિંગ બનાવનાર વ્યક્તિ જોવામાં ખૂબ જ સરળ લાગે છે, પણ તેનું કૌશલ્ય ખરેખર અદ્ભુત છે. લોકો આ વ્યક્તિની પ્રતિભાની ખુબ પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
જુઓ વીડિયો
Never judge a book by its cover. pic.twitter.com/zBzh7NOKfN
— Dipanshu Kabra (@ipskabra) January 18, 2022
આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી IPS દિપાંશુ કાબરાએ શેર કર્યો છે, સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, Don’t Judge Book by its cover. આ વ્યક્તિનો પેઈન્ટિંગ કરવાનો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા
True 👍 Great artist 👨🎨
— Atul Pandey India 🇮🇳 (@AtulPandey0009) January 18, 2022
Great.. Born artist.. 👌👏 And so is Ur caption.. 👍
— Rishi Gupta (@RG09876) January 18, 2022
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, શું કૌશલ્ય છે….! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિને માત્ર એક મોકાની જરૂર છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral : દરવાજો ખોલવા વાંદરાએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યું “યે તો બડા સ્માર્ટ નિકલા”