અનુપમા શોના એક્ટરે ઓનલાઇન ઇયરફોન ઓર્ડર કર્યા, બોક્સ ખોલીને જોયું તો…. ???

સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ પર અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આવું તો લોકો સાથે ઘણી વાર થાય છે, જ્યારે કેટલાક લોકો ફ્લિપકાર્ટને સપોર્ટ કરી રહ્યા છે.

અનુપમા શોના એક્ટરે ઓનલાઇન ઇયરફોન ઓર્ડર કર્યા, બોક્સ ખોલીને જોયું તો.... ???
Anupama show's actor orders Earphone online and gets an empty box
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 1:58 PM

ટીવી અભિનેતા પારસ કલનાવત (Paras Kalnawat) સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ સક્રિય છે. તે પોતાની દરેક ક્ષણ ચાહકો સાથે શેર કરતો રહે છે. તમને જણાવી દઈએ કે તેની પણ એક તગડી ફેન ફોલોઈંગ છે. હવે પારસે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ઈયરફોન મંગાવ્યા હતા, જ્યારે તેણે પાર્સલ ઓપન કર્યુ તો ઈયરફોન બોક્સ ખાલી જોવા મળ્યું.

ખાલી ડબ્બાને જોઇને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. હવે તેના ચાહકો અને યૂઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પારસે ટ્વીટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘તો અહીં મને ફ્લિપકાર્ટ તરફથી કંઈ પણ મળ્યું નથી. ફ્લિપકાર્ટ સમય સાથે ખરેખર ખરાબ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં લોકો ફ્લિપકાર્ટ પરથી વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દેશે.’ પારસે પોતાની પોસ્ટમાં ખાલી બોક્સની તસવીરો પણ શેર કરી છે.

હવે તેના ટ્વિટને જોતા ફ્લિપકાર્ટે જવાબ આપ્યો અને લખ્યું, ‘આ સાંભળીને દુખ થયુ. અમે ઓર્ડર વિશે તમારી ચિંતા સમજીએ છીએ. અમે તમને મદદ કરવા માટે અહીં છીએ. કૃપા કરીને અમારી સાથે ઓર્ડર આઈડી શેર કરો જેથી અમે આ મેટરને જોઈ શકીએ અને તમને મદદ કરી શકીએ. તમારા જવાબની રાહ જોઈ રહ્યા છીએ.’

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આવું લોકો સાથે ઘણી વાર થાય છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે ફ્લિપકાર્ટ એક સારૂ ઓનલાઈન પ્લેટફોર્મ છે ત્યાં આવું ભાગ્યે જ બને છે.

એક યુઝરે કોઈનો અનુભવ શેર કર્યો અને લખ્યું, ‘એક વ્યક્તિએ એપલનો  iPhone 12 ઓર્ડર કર્યો હતો, જે ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટમાં વેચાઈ રહ્યો હતો, તેને 2 વાર 5 રૂપિયાની કિંમતના નિરમા સાબુ ડિલીવર કરવામાં આવ્યા. અન્ય એક યુઝરે લખ્યું, ‘તેણે કંઈપણ ઓર્ડર કર્યું નથી … અને તેને કંઈ મળ્યું નથી.’ ત્રીજાએ લખ્યું, ‘ફ્લિપકાર્ટ ખરેખર એક સારી ઓનલાઈન શોપિંગ સિસ્ટમ છે, તે લોકો આવું ન કરી શકે.’ આ સિવાય કેટલાક યુઝર્સ એવા છે જે ફ્લિપકાર્ટને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક એવા છે કે તેઓ પારસની સાથે ઉભા છે.

આ પણ વાંચો –

રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

આ પણ વાંચો –

T20 World Cup: ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, હવે તમે સિનેમાઘરોમાં ટી 20 વર્લ્ડ કપનો આનંદ માણી શકશો

આ પણ વાંચો –

મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">