Viral Video : અનુપમ ખેરે પત્રકારને મારી હતી થપ્પડ, સલમાન ખાને કહ્યું- સારું કર્યું

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન, સંજય દત્ત અને જેકી શ્રોફ અનુપમ ખેરના સમર્થનમાં  જોવા મળે છે. વાસ્તવમાં, વર્ષો પહેલા અનુપમ ખેરે એક પત્રકારને થપ્પડ મારી હતી, જેનો ભારે વિવાદ થયો હતો. જ્યારે અનુપમ ખેરે મારેલી થપ્પડ પર બોલિવૂડ સ્ટાર્સ પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી હતી  ત્યારે તેઓએ તેમને ટેકો આપ્યો અને કહ્યું કે તેમણે જે કર્યું તે યોગ્ય છે.

Viral Video : અનુપમ ખેરે પત્રકારને મારી હતી થપ્પડ, સલમાન ખાને કહ્યું- સારું કર્યું
Anupam Kher And Salman Khan Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 4:56 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન, સંજય દત્ત અને જેકી શ્રોફ અનુપમ ખેરના સમર્થનમાં  જોવા મળે છે. વાસ્તવમાં, વર્ષો પહેલા અનુપમ ખેરે એક પત્રકારને થપ્પડ મારી હતી, જેનો ભારે વિવાદ થયો હતો. જ્યારે અનુપમ ખેરે મારેલી થપ્પડ પર બોલિવૂડ સ્ટાર્સ પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી હતી  ત્યારે તેઓએ તેમને ટેકો આપ્યો અને કહ્યું કે તેમણે જે કર્યું તે યોગ્ય છે.

સલમાન ખાને કહ્યું થપ્પડ મારી સારું કર્યું

આ વીડિયો રેર ફોટો ક્લબ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆત સંજય દત્ત સાથે થાય છે કે, “જો હું તેની જગ્યાએ હોત તો બધું જ તોડી નાખત.” તેના પછીના સીનમાં સલમાન ખાન દેખાય છે. તેઓ કહી રહ્યા છે, “તેઓએ થપ્પડ મારી છે. સારું કર્યું તેઓ અમને જાહેરમાં થપ્પડ મારી રહ્યા છે. તેવો અમારી ખોટી છબી રજૂ કરી રહ્યા છે. તે અમને  મારવા કરતાં પણ ખરાબ છે. જો તમે એક જ ખોટું 100 વાર બોલશો તો લોકો તેના પર વિશ્વાસ કરવા લાગે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અનુપમ ખેર પણ દર્દ કહી રહ્યા છે

વીડિયોમાં અનુપમ ખેર જોવા મળે છે. તેઓ કહે છે, “આજે મારી રીતભાત બગડી ગઈ છે. કારણ કે મેં એક વ્યક્તિને થપ્પડ મારી હતી, કારણ કે તેણે મને બોલની જેમ ધક્કો માર્યો હતો. મેં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ત્રણ વર્ષ સુધી તાલીમ લીધી છે. એક વર્ષ ભારતીય થિયેટરની તાલીમ લીધી ત્રણ વર્ષ ભણ્યો અને પછી હું ત્રણ વર્ષ સુધી રસ્તા પર સૂતો રહ્યો અને પછી 8 વર્ષ કામ કર્યું. તેઓ મારી આ 20 વર્ષના સંઘર્ષનો અંત લાવવા માંગે છે. તેઓ સામયિકમાં લખવાની શક્તિ ધરાવે છે, તે કોઈના બેડરૂમની જૂઠી વાર્તાઓ વેચે છે.

જેકી શ્રોફે આ પ્રતિક્રિયા આપી હતી

આ જ વિડિયોમાં જેકી શ્રોફ પણ જોવા મળે છે, જે કહે છે, ” મહિલાઓને કે અન્ય કેટલીક છોકરીઓને મૂર્ખ બનાવીને, અમે બાયસેક્સ્યુઅલ કે ગે અથવા અન્ય કોઈ છીએ તેવો બકવાસ કરે છે. તેમણે અમારી મહેનત વિશે કહેવું જોઇએ. સંપૂર્ણ દેશ અમારી ફિલ્મોને માણી રહ્યો છે. આ મનોરંજનનું માધ્યમ છે. શું કોઇની પાસે આવી વાતોમાં વ્યસ્ત રહેવાનો સમય છે ?

1992માં એક મેગેઝિન સંબંધિત વિવાદ

સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મૂકવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “1992 એક રસપ્રદ વર્ષ હતું જ્યારે સ્ટારડસ્ટ મેગેઝિન ખૂબ આગળ વધી ગયું હતું અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના કલાકારોને નારાજ કર્યા હતા. અનુપમ ખેરે એક પત્રકારને થપ્પડ મારી હતી અને મીડિયા તેની વિરુદ્ધ થઈ ગયું હતું. પછી તમામ અભિનેતાઓ તેમના સમર્થનમાં બહાર આવ્યા હતા. BobbyToxCinema નામના સોશિયલ મીડિયા પેજને કેપ્શનના અંતે ક્રેડિટ આપવામાં આવી છે.

ઇન્ટરનેટ યુઝર્સની પ્રતિક્રિયા 

વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું, ” આ એ વાતનું પરફેક્ટ ઉદાહરણ છે કે કાં તો હીરોની જેમ મૃત્યુ પામો અથવા વિલનની જેમ લાંબું જીવો.” અન્ય એક યુઝરે લખ્યું કે, “30 વર્ષ પહેલા તેમને ઘણી આઝાદી હતી, પરંતુ માફ કરશો હવે નથી.” એક યુઝરે કોમેન્ટ કરી, “હવે મીડિયા ડરી ગયું છે. આઝાદી નથી. આઇટી રેડ થશે, આઇટી રેડ થશે ,ચેનલ બંધ કરાવી દેશે.”

આ પણ વાંચો :  Twitterને લઈ એલન મસ્કે કર્યુ મોટુ એલાન, જલદી રજુ થશે આ જબરદસ્ત ફીચર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">