Animal Viral Video : ઓ તેરી કી…! ઢોલની ધૂન પર કૂદકા મારીને નાચવા લાગ્યો ઘોડો, જોવા વાળા જોતાં જ રહી ગયા

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 8:35 AM

Animal Viral Video : આ દિવસોમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘોડો ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઢોલનો અવાજ સાંભળીને ઘોડો પણ જોરદાર ડાન્સ કરવા લાગે છે.

Animal Viral Video : ઓ તેરી કી...! ઢોલની ધૂન પર કૂદકા મારીને નાચવા લાગ્યો ઘોડો, જોવા વાળા જોતાં જ રહી ગયા
Horse Dance Viral Video

Animal Viral Video : જો જોવામાં આવે તો આજે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો બની ગયો છે. જ્યાં આવી બધી વાતો વાયરલ થાય છે. જેને જોયા પછી ઘણી વાર હસવું આવે છે, જ્યારે ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે. જેને જોયા પછી આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ. આ એપિસોડમાં આવો જ એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘોડાએ આવો જબરદસ્ત ડાન્સ કર્યો હતો. જે જોઈને તમને નવાઈ લાગશે.

આ પણ વાંચો : Animal Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો

વીડિયોની શરૂઆતમાં ઘોડો ઢોલના તાલે જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. આ પ્રદર્શન એટલું જબરદસ્ત હતું કે, લોકો તેના જોરદાર વખાણ કરતાં જોવા મળે છે. વીડિયોમાં ઘોડો ઉપર-નીચે કૂદતો જોવા મળે છે. આ દરમિયાન ઘોડાની આસપાસ હાજર લોકો તેને સંભાળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આમ છતાં ઘોડો માનવા તૈયાર નથી અને જોરદાર નાચવાનું ચાલુ રાખે છે. આ વીડિયો માત્ર લોકો જ નથી જોઈ રહ્યા પરંતુ તે એકબીજા સાથે ઉત્સાહથી શેર કરતાં પણ જોવા મળી રહ્યા છે.

અહીં, ઘોડાના ડાન્સનો વીડિયો જુઓ…

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઘોડો ઘણા લોકોની વચ્ચે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ક્લિપ જોઈને સમજાય છે કે ઘોડાને ડાન્સ કરવાનું શીખવવામાં આવ્યું છે. જો કે તેને ડાન્સ કોણે શીખવ્યો હશે તે વિચારવા જેવી વાત છે. જો કે તમે આજ સુધી મનુષ્યોને સંગીત પર ડાન્સ કરતા જોયા જ હશે, પરંતુ કોઈ પ્રાણીના સંગીત પાછળ આ પ્રકારનો ક્રેઝ તમે પહેલીવાર જોયો જ હશે. આ જ કારણ છે કે લોકો તેને માત્ર જોઈ જ નથી રહ્યાં પરંતુ તેને એકબીજા સાથે ઉત્સાહથી શેર પણ કરી રહ્યાં છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘khillar_premi_karmalkar’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 1.31 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. વીડિયોમાં ઘોડાએ જે પ્રકારનો ડાન્સ કર્યો છે તે અદ્ભુત છે. જો કે કહેવાય છે કે, ઘોડાઓને ડાન્સ કરવા માટે જે ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમાં તેમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati