Angry Rooster Video: યુવકે માથાભારે કૂકડાની કરી સળી, ભાગવું તો ભારે પડ્યું સાથે રડવું પણ આવી ગયું

વાયરલ વીડિયો (Viral Video)માં જે રીતે કૂકડો છોકરાની પાછળ પડેલો જોવા મળે છે, તેને જોઈને કોઈ પણ ડરી જાય. આ કૂકડો છોકરા પાછળ કેમ પડ્યો છે તે કારણ તો જાણી શકાયું નથી, પરંતુ છોકરાની હાલત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોક્કસ હસી રહ્યા છે.

Angry Rooster Video: યુવકે માથાભારે કૂકડાની કરી સળી, ભાગવું તો ભારે પડ્યું સાથે રડવું પણ આવી ગયું
Angry Rooster Video (Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 2:13 PM

કૂકડો (Rooster) જેટલો ચપળ છે, તેટલો ગુસ્સાવાળો પણ છે. તેને જો એક વખત નક્કી કરી લીધું તો પછી તે જે કોઈની પાછળ પડી જાય તેનો પરસેવો છૂટ્યા વગર રહેતો નથી. તમે સોશિયલ મીડિયા પર આ વાત સાબિત કરતા ઘણા વીડિયો પણ જોવા મળશે. હાલમાં કૂકડાનો આવો જ એક વીડિયો (Angry Rooster Video) ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેમાં કૂકડો એક છોકરાને પાઠ ભણાવતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જે રીતે કૂકડો છોકરાની પાછળ પડેલો જોવા મળે છે, તેને જોઈને કોઈ પણ ડરી જાય. આ કૂકડો છોકરા પાછળ કેમ પડ્યો છે તે કારણ તો જાણી શકાયું નથી, પરંતુ છોકરાની હાલત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોક્કસ હસી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખાલી ખેતરમાં એક છોકરો ઝડપથી દોડતો આવે છે. તેને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ કૂતરો તેની પાછળ પડ્યો હોય પણ બીજી જ ક્ષણે આખું દ્રશ્ય સમજાઈ જાય છે. તમે જોઈ શકો છો કે છોકરાની પાછળ એક કૂકડો છે, જેનાથી તે બચવા માટે દોડી રહ્યો છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

કૂકડો તેની પાછળ એટલી ઝડપથી દોડે છે કે છોકરાનો રડવાનો અવાજ આવી જાય છે. એવું લાગે છે કે કૂકડો આજે છોડશે નહીં. તમે જોઈ શકો છો કે છોકરાને પકડ્યા પછી, કૂકડો તેને તેની ચાંચ વડે મારવાનું શરૂ કરે છે. આ દરમિયાન કોઈએ મોબાઈલમાં તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

આ ફની વીડિયો ટ્વિટર પર @LockerRoomLOL નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ફિયરલેસ.’ આ વીડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો અપલોડ થયા બાદ તેને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે વીડિયો જોયા પછી, લોકો તેના પર સતત તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘લાગે છે કે આ કૂકડો આજે તેને છોડશે નહીં.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, ‘ઓ હો ગુસ્સેલ કૂકડો, વો તો હોના હી થા.’ આ સિવાય મોટાભાગના વપરાશકર્તાઓએ આના પર ઇમોટિકોન્સ દ્વારા રિએક્ટ કર્યું છે. એકંદરે આ વીડિયોને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: બાઇક રેસરે દેખાડ્યો અદ્દભુત જુસ્સો, વીડિયો જોઈને તમે પણ કહેશો ‘શોખ મોટી વસ્તુ છે’

આ પણ વાંચો: Viral: સુટ-બુટ પહેરી ગોલગપ્પા અને ચાટ વેચતા યુવકના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">