શખ્સને ભારે પડી આખલા સાથે રમત ! હવામાં એ રીતે ફંગોળ્યો જાણે ફૂટબોલ હોય, જુઓ Viral Video

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક આખલો પોતાનું ગુસ્સાવાળુ રૂપ એ રીતે બતાવે છે કે તે વ્યક્તિને પળવારમાં હોસ્પિટલ પહોંચાડી દે છે.

શખ્સને ભારે પડી આખલા સાથે રમત ! હવામાં એ રીતે ફંગોળ્યો જાણે ફૂટબોલ હોય, જુઓ Viral Video
Bull Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 9:04 AM

દુનિયામાં ઘણા એવા પ્રાણીઓ છે, જે તેમના શાંત સ્વભાવ માટે જાણીતા છે, તો કેટલાક પ્રાણીઓ તેમના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે. જેમાં આંખલાનો સમાવેશ થાય છે. આ ખૂબ જ ખતરનાક પ્રાણીઓ છે, જે આમ તો શાંત રહે છે, પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે, પછી તેઓ આગળ પાછળ જોતા નથી, કોઈ પર હુમલો કરી દે છે. ખાસ કરીને લાલ કપડા જોયા બાદ તેમનો ગુસ્સો વધુ વધી જાય છે. તેમના ક્રોધી સ્વભાવ (Angry Bull Video)ને કારણે, ઘણા દેશોમાં આખલાની લડાઈ પણ કરવામાં આવે છે અને તેને એક રમત તરીકે લેવામાં આવે છે. આજકાલ આવી જ એક ગેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક આખલો પોતાનું ગુસ્સાવાળુ રૂપ એ રીતે બતાવે છે કે તે વ્યક્તિને પળવારમાં હોસ્પિટલ પહોંચાડી દે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલાની રમતા જોવા માટે ઘણા બધા દર્શકો હાજર છે, જ્યારે એક વ્યક્તિ તેમની બરાબર સામે ઊભો છે અને તેને તેમની બાજુમાં આવવાનું આમંત્રણ આપી રહ્યો છે. આ પછી, જેમ જેમ એક આખલો તેની તરફ આવવા માટે દોડે છે, તે પ્રેક્ષકો તરફ દોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ બેરિકેડને કારણે તે દોડી શકતો નથી અને આખલાનો શિકાર બની જાય છે. આ પછી આખલો જે તેની ધોલાઈ કરે છે તે જોઈ લોકો દંગ રહી જાય છે. કેટલીકવાર આખલો તેને તીક્ષ્ણ શિંગડાથી અને ક્યારેક તેના મજબૂત પગથી ફટકારે છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

તે નસીબદાર છે કે ત્યાં બીજી વ્યક્તિ આવે છે અને લાલ કપડું બતાવીને આખલાને હટાવે છે, નહીં તો આખલો તેનો જીવ લઈ લેત. બાદમાં, તેને કાર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવે છે, કારણ કે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Crazy Tweets નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">