આનંદ મહિન્દ્રાએ શ્વાનનો વીડિયો શેર કરીને કહી આ મોટી વાત, લોકોએ વીડિયો જોયા બાદ આપી આવી પ્રતિક્રિયાઓ

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા વારંવાર તેમના ટ્વીટ્સના લીધે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે એક ટ્વીટ કર્યું છે, જે લોકોને પસંદ આવી રહ્યુ છે.

આનંદ મહિન્દ્રાએ શ્વાનનો વીડિયો શેર કરીને કહી આ મોટી વાત, લોકોએ વીડિયો જોયા બાદ આપી આવી પ્રતિક્રિયાઓ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા વારંવાર તેમના ટ્વીટ્સના લીધે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે એક ટ્વીટ કર્યું છે, જે લોકોને પસંદ આવી રહ્યુ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:13 PM

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અવારનવાર પોતાના બેસ્ટ ટ્વીટ્સ માટે હેડલાઇન્સમાં રહે છે. આ વખતે પણ તેણે આવું જ એક ટ્વિટ કર્યું છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે.આ ટ્વિટમાં, એક કૂતરા(dog)નો વીડિયો શેર કરતી વખતે, આનંદ મહિન્દ્રાએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેઓ ક્યારેય હાર માનતા નથી તેઓ હંમેશા અંતમાં જીતે છે.

6 સેકન્ડની આ વીડિયો ક્લિપ એક લાખ 24 હજારથી વધુ લોકોએ જોઈ છે. જ્યારે 6.8 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે.આ વીડિયોમાં એક કૂતરો(dog) દરવાજા પર ઉભો છે અને અંદર આવવાનો ભારે પ્રયાસ કરી રહ્યો છે. તે બંધ દરવાજો ખુલશે અને તે અંદર આવી શકે તેવી આશાએ તેના આગળના બંને પગ જોરશોરથી ખસેડી રહ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ કૂતરાનો વીડિયો પોસ્ટ કરતી વખતે આનંદ મહિન્દ્રાએ લખ્યું, ‘હું ન્યૂયોર્ક નજીક એક મિત્રના ઘરે હતો. હા, મેં આ કૂતરાને અંદર જવા દીધો.પરંતુ મારે આ ક્લિપને એ બાબત ધ્યાનમાં લાવવા રેકોર્ડ કરવી હતી કે કાર્ય કરતા રહેવાનુ ચોક્કસપણે વળતર મળે છે. ક્યારેય હાર ન માનવી જોઈએ. ‘વીડિયો પોસ્ટ થતાં જ ઘણી બધી કોમેન્ટસ આવવા લાગી હતી.

ઘણા લોકોએ આનંદ મહિન્દ્રાનો મુદ્દો સાચો લાગ્યો અને વિડીયોની ખુબ પ્રશંસા કરી. તો બીજી બાજુ, કેટલાકે આ અદ્ભુત સંદેશો આપત વિડિયો પર પણ મનોરંજક કન્ટેન્ટ શોધી કાઢ્યુ.એટલું જ નહીં,ઘણા યુઝર્સે મહિન્દ્રા ગ્રુપ સાથેનો પોતાનો ખરાબ અનુભવ પણ જણાવવાનું શરૂ કર્યું.આ લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી અને કહ્યું કે અમે પણ હાર માની રહ્યા નથી.અમને પણ આશા છે કે એક દિવસ મહિન્દ્રા ગ્રુપ પણ અમારી વાત સાંભળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">