ગજબ ! લગ્નમાં વરરાજા દારૂ પીને આવ્યો તો દુલ્હન ભાગી ગઇ પિતરાઇ ભાઇ સાથે, હાજર સૌ કોઇ આઘાતમાં

લગ્ન તોડ્યા પછી, સીયેરિયા તેના પિતરાઈ ભાઈ સાથે ભાગી ગઇ. બંને સ્થળની બહાર એકબીજાને ચુંબન કરતા પણ જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમ પહેલા, સીયેરિયા તેના પિતરાઈ ભાઈને ડેટ કરતી હતી

ગજબ ! લગ્નમાં વરરાજા દારૂ પીને આવ્યો તો દુલ્હન ભાગી ગઇ પિતરાઇ ભાઇ સાથે, હાજર સૌ કોઇ આઘાતમાં
American Bride Elopes With Cousin On Wedding Day

Viral Video: દરેક છોકરીની દિલથી ઈચ્છા હોય છે કે તેના લગ્ન ધામધૂમથી થાય. માતાપિતા પણ તેના લગ્નને ખાસ બનાવવા માટે રાત -દિવસ એક કરે છે. લાંબા સમયથી આયોજન શરૂ કરી દે છે. પરંતુ જો છેલ્લી ઘડીએ વરરાજામાં ગરબડ નીકળે અથવા તે નશામાં હોય તો તમામ તૈયારીઓ પર પાણી ફરી વળે  છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વરરાજા નશામાં ધૂત થઈને પોતાના લગ્નમાં પહોંચ્યો હતો. પરંતુ તે પછી જે થયું તે વધુ ચોંકાવનારું હતું પોતાને દુલ્હાને નશામાં ધૂત જોઇને કન્યા તેના પિતરાઈ ભાઈ સાથે ભાગી જાય છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ દંપતી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ લગ્નનમાં 28 વર્ષનો વર સેમ નશામાં આવ્યો. બોયફ્રેન્ડને નશામાં જોતા તેની ભાવિ પત્ની સીયેરિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. કોઈક રીતે લગ્નની કેટલીક વિધિઓ કરવામાં આવી હતી. પણ સીયેરિયાનો ગુસ્સો સતત વધતો રહ્યો. સીએરિયાએ સ્થળ પર જ લગ્ન તોડી નાખ્યા.

આ પછી, લગ્ન સમારંભમાં જે કંઈ પણ થયું, તે માત્ર વર માટે જ આઘાતજનક ન હતું પરંતુ છોકરીના પરિવારના સભ્યો પણ જોઇને  સ્તબ્ધ થઈ ગયા. લગ્ન તોડ્યા પછી, સીયેરિયા તેના પિતરાઈ ભાઈ સાથે ભાગી ગઇ. બંને સ્થળની બહાર એકબીજાને ચુંબન કરતા પણ જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમ પહેલા, સીયેરિયા તેના પિતરાઈ ભાઈને ડેટ કરતી હતી અને બંને ખૂબ જ જલ્દી લગ્ન કરશે.

અહેવાલો અનુસાર, સિયેરિયા એક પ્રખ્યાત ટ્રાવેલર છે. તે લાંબા સમયથી સેમને ડેટ કરી રહી હતી. સિરિયા તેના લગ્નનું ટેલિકાસ્ટ કરવા માંગતી હતી. પરંતુ તેના પોતાના લગ્નમાં, સેમ નશામાં આવ્યો હતો. જે સીયેરિયા સહન કરી શકતી નહોતી અને લગ્નની વિધિ દરમિયાન તેણે સેમથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો –

SAARC Meeting 2021: પાકિસ્તાન સાર્ક બેઠકમાં તાલિબાનને સામેલ કરવા માંગતું હતું, અન્ય દેશોના વિરોધ બાદ બેઠક રદ કરવામાં આવી

આ પણ વાંચો –

Covid-19: છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26 લોકો થયા સંક્રમિત, 6 વિદ્યાર્થી પોઝિટિવ થવાથી બે સ્કૂલ બંધ

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો કિંમતમાં કોઈ ફેરફાર થયો કે નહિ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati