Viral Video: વાહ..શું વાત છે! વહુ નહીં સાસુમાનું થયું ગૃહ પ્રવેશ, જાણો શું છે આ હ્દયસ્પર્શી વીડિયો પાછળની હકીકત

હાલમાં ટ્વિટર પર એક સુંદર વીડિયો શેયર થયો છે અને લોકોએ તે વીડિયોનો એટલો પસંદ કર્યો છે કે જોતજોતામાં તે વીડિયો વાયરલ (Viral Video) થઈ ગયો છે. ચાલો જાણીએ શું છે આ વીડિયોમાં.

Viral Video: વાહ..શું વાત છે! વહુ નહીં સાસુમાનું થયું ગૃહ પ્રવેશ, જાણો શું છે આ હ્દયસ્પર્શી વીડિયો પાછળની હકીકત
amazing viral videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:46 PM

ઈન્ટરનેટ પર અનેક વીડિયો અપલોડ થતા હોય છે. કેટલાક વીડિયો એટલા યુનિક હોય છે કે જોતજોતામાં વાયરલ (Viral Video) થઈ જતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ટ્વિટર (Twitter) પર વાયરલ થયો છે. જે ઘણો જ હ્દયપર્શી છે. હિન્દુ સમાજમાં સદીઓથી એવી પરંપરા ચાલી આવે છે કે લગ્ન પછી જ્યારે કન્યા પહેલીવાર સાસરે આવે છે, ત્યારે તેને ઘરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. ગૃહપ્રવેશના સમયે નવવધૂને ‘ચોખાથી ભરેલો કલશ’ ઉતારવામાં આવે છે અથવા નવવધૂની આરતી કરવામાં આવે છે અને નવવધૂના પગ રંગીન પાણીમાં બોળીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિઓ છે, જેનું પાલન નવી વહુઓ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો તમારા હૃદયને ચોક્કસ સ્પર્શી જશે.

આ વાયરલ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તે કદાચ જ તમે ક્યારેક જોયું હશે. આ વીડિયોમાં એક વૃધ્ધ મહિલાનો ગૃહ પ્રવેશ થઈ રહ્યો છે. આ વૃધ્ધ મહિલા સાસુમા છે અને જેવી તે લીફટમાંથી બહાર આવે કે તેની વહુ આરતીની થાળી લઈને જોવા મળે છે. ત્યારબાદ વહુ પોતાની સાસુમાની આરતી ઉતારી તેમનો નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવે છે. વૃધ્ધ મહિલા પહેલા આ વસ્તુ માટે ના પાડે છે અને ગૃહ પ્રવેશ પછી તે ભાવુક થઈ જાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ રહ્યો એ વાયરલ વીડિયો

આજના સમયમાં ઘરના ઝગડાઓને કારણે પરિવારો વેરવિખેર થઈ રહ્યા છે તેવામાં આ વીડિયો લોકોએ ખુબ પસંદ કર્યો છે. આ વીડિયો આઈપીએસ અધિકારી વિનીત જયસ્વાલે ટ્વિટર પર શેર કર્યો છે. લોકોએ આ નવી પહેલની ખુબ પ્રશંસા કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">