એરહોસ્ટેસ કે ડાન્સર ? ફ્લાઈટમાં એરહોસ્ટેસે દેખાડ્યા અનોખા ડાન્સ મુવ્સ, જુઓ VIDEO

એરહોસ્ટેસ કે ડાન્સર ? ફ્લાઈટમાં એરહોસ્ટેસે દેખાડ્યા અનોખા ડાન્સ મુવ્સ, જુઓ VIDEO
Air hostess dance video goes viral

આ દિવસોમાં એક એરહોસ્ટેસનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં ફ્લાઈટમાં એરહોસ્ટેસ જે રીતે ડાન્સ કરી રહી છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 31, 2021 | 4:33 PM

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ ડાન્સ વીડિયો (dance video)  વાયરલ થતા જોવા મળે છે. આ દિવસોમાં ફરી વખત એક ખૂબ જ ક્યૂટ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એરહોસ્ટેસ (Air Hostess) જે રીતે ડાન્સ મુવ્સ દેખાડી રહી છે તે જોઈને તમે પણ દંગ રહી જશો. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કમેન્ટ મળી ચૂકી છે.

ફ્લાઈટમાં અરહોસ્ટેસે કર્યો ડાન્સ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં  એક એર હોસ્ટેસ ફ્લાઈટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે સ્પાઈસ જેટની એર હોસ્ટેસ ઉમા મીનાક્ષીનો આ અગાઉ નવરાઈ માંઝી સોંગ પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ નવા વિડિયોમાં ઉમા ફ્લાઇટની અંદર the_xo_teamના ટ્રેન્ડને ફોલો કરતી જોવા મળે છે. ટ્રેન્ડ પર ચાલી રહેલી આ ચેલેન્જ ઉમાએ પણ શાનદાર રીતે કરી છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Uma Meenakshi (@yamtha.uma)

ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એર હોસ્ટેસ ફ્લાઈટની અંદર જ ડાન્સ કરી રહી છે. વીડિયોમાં યુવતીએ સ્પાઈસ જેટનો (Spice Jet)યુનિફોર્મ પહેર્યો છે અને તે એનર્જીટીક રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે જે સોંગ પર તે ડાન્સ કરી રહી છે તે સોંગ હાલ ખુબ ચર્ચામાં છે અને લોકો આ સોંગ પર ઘણી રીલ કરતા જોવા મળી રહ્યા છે.

આ ડાન્સ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, વાહ..શું ડાન્સ મુવ્સ કર્યા છે.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ યુવતીના ડાન્સની (Dance Step) પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral : પોતાના બાળકનો જીવ બચાવવા આ મહિલાએ લગાવી છલાંગ, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati