Viral Video: આફ્રિકન બાળકના ડાન્સ વીડિયોએ મચાવી ધૂમ, 40 લાખ લોકોએ વીડિયોને કર્યો લાઈક

Amazing Dance Video: સોશિયલ મીડિયા પર આફ્રિકન બાળકો(African Kid)એ પોતાના અદભૂત ડાન્સ (Amazing Dance)મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા છે.

Viral Video: આફ્રિકન બાળકના ડાન્સ વીડિયોએ મચાવી ધૂમ, 40 લાખ લોકોએ વીડિયોને કર્યો લાઈક
African Kid amazing dance videoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 1:25 PM

વિશ્વમાં ટેલન્ટેડ બાળકો(Talented Kids)ની કોઈ કમી નથી. આવા ટેલન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આમાંના કેટલાક વીડિયોમાં બાળકો અદ્ભુત પરાક્રમ કરીને લોકોનું દિલ જીતી લે છે, જ્યારે કેટલાક વીડિયોમાં તેઓ પોતાની ગાયકી અને ડાન્સના ટેલેન્ટથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આફ્રિકન બાળકો(African Kid)એ પોતાના અદભૂત ડાન્સ (Amazing Dance)મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ વિચારી રહ્યા હશો કે આ બાળક આટલી નાની ઉંમરમાં આટલો જોરશોરથી કેવી રીતે ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. યુઝર્સ બાળકના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો બાળકની આસપાસ ઉભા છે. ત્યારે આફ્રિકન બાળક અદભૂત ડાન્સ મૂવ્સ બતાવી રહ્યું છે. આ બાળક એવી રીતે ડાન્સ કરી રહ્યો છે કે જાણે તેણે તેની તાલીમ કોઈ પાસેથી લીધી હોય. આ બાળકનો ડાન્સ વીડિયો જોયા પછી તમે પણ જબરા ફેન થઈ જશો. તમે જોઈ શકો છો કે બાળકને જોઈને વડીલો પણ ઉત્સાહિત થઈ જાય છે અને ડાન્સ મૂવ્સ બતાવવાનું શરૂ કરી દે છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ બાળકના ડાન્સના દિવાના બની ગયા છે. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by Pinku (@pinkukumar584)

બાળકનો આ ડાન્સ વીડિયો માત્ર થોડી સેકન્ડનો છે, પરંતુ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને pinkukumar584 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, બેસ્ટ ડાન્સિંગ ચાઈલ્ડ. લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં લગભગ 40 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે.

આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. મોટાભાગના લોકોએ આ અંગે ઈમોટિકોન્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">