આફ્રિકનો રંગાયા બોલિવુડના રંગમાં ! બોલિવુડ સોંગ પર પરફોર્મ કરી રહેલા આ કપલનો વીડિયો થયો વાયરલ

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'Music is beyond boundaries'

આફ્રિકનો રંગાયા બોલિવુડના રંગમાં ! બોલિવુડ સોંગ પર પરફોર્મ કરી રહેલા આ કપલનો વીડિયો થયો વાયરલ
Funny video goes viral

Viral Video : આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. ખાસ કરીને ડાન્સ અને મ્યુઝિકને (Music) લગતા કોઈ પણ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે વીડિયોમાં જે સોંગ ચાલી રહ્યું છે તે બોલિવૂડનું ફેમસ ગીત છે, પરંતુ તેના પર પરફોર્મ કરી રહેલા લોકો આફ્રિકન(African)  છે. તેઓ આ સોંગ પર ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આગળ એક યુવતી છે અને તેની પાછળ એક યુવક ઉભેલો જોવા મળે છે. તેઓ હાલમાં જ રિલીઝ થયેલી બોલિવૂડની શાનદાર ફિલ્મ ‘શેરશાહ’ના સોંગ ‘રાતા લંબિયા’ પર પરફોર્મ કરતા જોવા મળી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, આ સોંગ જુબિન નૌટિયાલ અને અસીસ કૌરે ગાયું છે. આ સોંગ હવે આફ્રિકનોને પણ પસંદ આવતુ જોવા મળી રહ્યુ છે.

જુઓ વીડિયો

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘Music is beyond boundaries’.યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ પર્ફોર્મન્સ જોઈને જરા પણ નશી લાગતુ કે, આ લોકોને હિન્દી નહિ આવડતુ હોય. આ સિવાય અન્ય યુઝર્સ પણ આ કપલની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : શિક્ષક કે પંડિત ? મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘ ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે……’

આ પણ વાંચો : બાઈક સ્ટાર્ટ કરવા આ યુવતીએ લગાવ્યુ ગજબનુ દિમાગ ! પણ બ્રેક ન લાગતા દીદીના હાલ થયા બેહાલ, જુઓ VIDEO

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati