ટેક્નોલોજીનો આવો ઉપયોગ તમે નહીં જોયો હોય ! પૂજા માટે અસલી ઘંટડી ન હતી તો યુવકે કર્યો જૂગાડ, જુઓ Viral Video

જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ તે લોકોના રોજિંદા જીવનમાં પણ તેનો વપરાશ વધી રહ્યો છે. આજકાલ ભાગ્યે જ કોઈ એવું કામ બચ્યું હશે જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ ન થયો હોય.

ટેક્નોલોજીનો આવો ઉપયોગ તમે નહીં જોયો હોય ! પૂજા માટે અસલી ઘંટડી ન હતી તો યુવકે કર્યો જૂગાડ, જુઓ Viral Video
viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 6:05 PM

ટેક્નોલોજીનો આવો ઉપયોગ તમે ક્યારેય નહીં જોયો હોય. જી હા, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે. આ વીડિયો થોડા દિવસ પહેલા ટ્વિટર યુઝર ‘Byomkesh’ (@byomkesbakshy) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્સનમાં લખ્યું હતું – ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ !! આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક યુવક જમીન પર બેસીને પૂજા કરી રહ્યો છે. તેની પાસે પૂજા કરવા માટે બધી સામગ્રી છે પણ ઘંટડી જ નથી. ત્યારે તે વ્યક્તિ ટેકનોલોજીનો અદ્ભુત સાથે દેશી જુગાડ કરે છે. જે જોઈને તમે તમારું હસવું રોકી નહીં શકો, તેમજ યુવકની ચતુરાઈના પણ તમે ખુબ વખાણ કરશો.

ટેક્નોલોજીનો ઉપયોગનો વીડિયો વાયરલ

જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ તે લોકોના રોજિંદા જીવનમાં પણ તેનો વપરાસ વધી રહ્યો છે. આજકાલ ભાગ્યે જ કોઈ એવું કામ બચ્યું હશે જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ ન થયો હોય. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી લગભગ દરેક કામ ટેક્નોલોજીની મદદથી થાય છે. કેટલાક લોકો આ ટેક્નોલોજીનો અલગ રીતે ઉપયોગ કરે છે. આ ઉપયોગને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

યુવકે કર્યો ગજબનો જુગાડ

યુવક જમીન પર બેસીને પૂજા કરી રહ્યો છે. તેની પાસે પુજા કરવા માટે બધી સામગ્રી છે પણ ઘંટડી જ નથી તો તે પોતાના મોબાઈલમાં બેલ એપ ખોલી અને તેને ઓન કરી, ત્યારબાદ બેલ વાગતી રહી અને વ્યક્તિ મંત્રોચ્ચાર કરતો રહે છે. આ ક્લિપને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વ્યૂઝ અને 600થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ લોકો આ વીડિયો પર ખુબ ઝડપથી ફીડબેક પણ આપી રહ્યા છે. કેટલાકે લખ્યું કે અદ્ભુત અને અવિશ્વસનીય. બીજાએ લખ્યું- આટલું બધું ડિજિટલ ઈન્ડિયા. બીજી તરફ અન્ય યુઝરે કહ્યું કે તેણે મોબાઈલમાં પણ મંત્ર લગાવ્યો હશે.

આ વાયરલ વીડિયોની ખાસ વાત એ છે કે પૂજામાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી છે. પૂજા કરનાર વ્યક્તિ પાસે વાસ્તવમાં વગાડવા માટે ઘંટડી નથી. આ માટે તેણે ફોનમાં બેલ એપ ઓપન કરે છે અને ટેક્નોલોજીની મદદથી બેલ વગાડે છે. પૂજા દરમિયાન વ્યક્તિ બાકીનું કામ કરતી રહે અને મોબાઈલમાં ઘંટડી વાગતી રહી હોય તે વીડિયોમાં જોઈ શકાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">