Shocking Video: ખતરનાક ચિત્તા સાથે નિરાંતે સૂતો જોવા મળ્યો એક માણસ, લોકોએ કહ્યું- ‘આ છે અસલી Tarzan’

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં એક માણસ ખતરનાક ચિત્તાઓ (Cheetah) વચ્ચે આરામથી સૂતો જોવા મળે છે. આવો નજારો તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.

Shocking Video: ખતરનાક ચિત્તા સાથે નિરાંતે સૂતો જોવા મળ્યો એક માણસ, લોકોએ કહ્યું- 'આ છે અસલી Tarzan'
man sleeping with cheetah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 3:53 PM

ચિત્તા (Cheetah) પૃથ્વી પરના સૌથી ખતરનાક પ્રાણીઓમાંનું એક છે. જે તેમની અદભૂત ચપળતા અને ઝડપ માટે ઓળખાય છે. તેમને વિશ્વમાં સૌથી ઝડપી દોડનારા પ્રાણી કહેવામાં આવે છે. તેઓ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેમની ઝડપને કારણે તેઓ પળવારમાં કોઈપણ પ્રાણીને પોતાનો શિકાર બનાવી લે છે. આ ભયંકર જંગલી પ્રાણીઓ હોવાથી સ્વાભાવિક છે કે તે માણસો માટે પણ ખૂબ જ ખતરનાક છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

આ વીડિયોમાં એક માણસ ખતરનાક ચિત્તાઓ વચ્ચે આરામથી સૂતો જોવા મળે છે. એટલું જ નહીં, તે ચિત્તાને પકડીને પાલતું કૂતરો કે બિલાડીની જેમ સૂતો જોવા મળે છે. આવો નજારો તમે આ પહેલાં ભાગ્યે જ જોયો હશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વ્યક્તિ કોઈ પણ ડર વગર સૂતો જોવા મળ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક ચિત્તા જમીન પર આરામથી સૂઈ રહ્યા છે અને તેમની બાજુમાં એક વ્યક્તિ પણ ધાબળો ઓઢીને સૂઈ રહ્યો છે. આ દરમિયાન એક ચિત્તો અચાનક જાગી જાય છે અને તે વ્યક્તિ પાસે જાય છે અને તેના પલંગ પર આરામથી બેસી જાય છે. પછી તે વ્યક્તિ પણ તેને ચુસ્ત રીતે પકડીને આરામથી સૂઈ જાય છે. આ પછી, તે પછીના જ દ્રશ્યમાં જોવા મળે છે કે નીચે જમીન પર સૂઈ રહેલા બાકીના ચિતાઓ પણ ઉભા થઈને બેડ પર સૂઈ જાય છે અને એકબીજાને વળગીને આરામથી સૂઈ જાય છે. આ બધાની વચ્ચે વ્યક્તિ કોઈ પણ ડર વગર સૂતો જોવા મળે છે. લોકો આ વીડિયો પર લોકો વિશ્વાસ કરી શકતા નથી.

જૂઓ આ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 53 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘કેટલી સુંદર જિંદગી’ તો બીજા યુઝરે લખ્યું છે કે ‘આ જ રીયલ ટારઝન છે.’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">