1973માં ઈન્દીરા ગાંધીએ JRD Tataને લખેલો લેટર થઈ રહ્યો છે વાયરલ, આ વાતનો માન્યો હતો આભાર

આ લેટર 5 જુલાઈ 1973માં લખવામાં આવ્યો હતો, જેમાં ઈન્દિરા ગાંધી અને એક મોટા ઉદ્યોગપતિ વચ્ચેની મિત્રતાની ઝલક જોવા મળે છે. પત્રમાં ઈન્દિરા ગાંધી જેઆરડી ટાટાને લખ્યું હતું કે હું તમારા પરફ્યુમથી રોમાંચિત છું.

  • Publish Date - 8:46 pm, Thu, 22 July 21 Edited By: Charmi Katira
1973માં ઈન્દીરા ગાંધીએ JRD Tataને લખેલો લેટર થઈ રહ્યો છે વાયરલ, આ વાતનો માન્યો હતો આભાર
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી- પ્રતિકાત્મક તસ્વીર

તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) 5 જુલાઈ 1973ના રોજ એક પત્ર લખ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક જેઆરડી ટાટા (JRD Tata) માટે હતો. જેને આરપીજી એન્ટરપ્રાઈઝના અધ્યક્ષ હર્ષ ગોયનકા દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

 

ટાટા ગ્રુપ ઓફ કંપનીઓના માલિક જેઆરડી ટાટાને ઈન્દિરા ગાંધીએ લખેલા પત્રને તેમણે ટ્વીટર પર શેર કરતાં લખ્યું છે – “શક્તિશાળી વડાપ્રધાન અને દિગ્ગજ ઉદ્યોગપતિ વચ્ચેનો એક ખૂબ જ પર્સનલ લેટર. આ લેટરમાં ઈન્દિરા ગાંધી જેઆરડી ટાટા અને તેમની પત્ની થેલ્મા વિકાસજી ટાટાને અદભૂત પરફ્યુમ આપવા બદલ તેમનો આભાર માને છે.

 

આ લેટર 5 જુલાઈ 1973માં લખવામાં આવ્યો હતો, જેમાં ઈન્દિરા ગાંધી અને એક મોટા ઉદ્યોગપતિ વચ્ચેની મિત્રતાની ઝલક જોવા મળે છે. પત્રમાં ઈન્દિરા ગાંધી જેઆરડી ટાટાને લખ્યું હતું કે હું તમારા પરફ્યુમથી રોમાંચિત છું. ખુબ ખુબ આભાર. હું સામાન્ય રીતે પરફ્યુમનો ઉપયોગ કરતો નથી. હું લક્ઝરીની દુનિયાથીએટલી દૂર થઈ ગઈ છું મને આ વિશે વધુ ખબર નથી પરંતુ હું જરૂર આ પરફ્યુમનો ઉપયોગ કરીશ.

 

 

જ્યારે પણ તમે મને મળવા માંગતા હોવ ત્યારે તમે મને મળી શકો છો. જ્યારે તમે મને મળવા માંગો ત્યારે તમે લેખિત રીતે મને જાણ કરી શકો છો. જો તમે કોઈ વિચાર વ્યક્ત કરવા માંગતા હોય તો અવશ્ય કરો પછી તે આલોચનાત્મક કેમ ના હોય. તમને અને થેલ્મા ( જેઆરડીના પત્ની)ને શુભકામના. તમારી વિશ્વસનીય ઈન્દિરા ગાંધી.

 

પત્ર શેર કરતા હર્ષ ગોયનકાએ લખ્યું છે કે શક્તિશાળી વડાપ્રધાન અને ઉદ્યોગપતિ વચ્ચે એક ખૂબ જ વ્યક્તિગત લેટર એક્સચેન્જ, કેટલો અદભૂત વર્ગ. હર્ષ ગોયન્કા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ બાદ તેને ટ્વીટર પર જોરદાર શેર કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હર્ષ ગોયનકા ટ્વીટર પર ખૂબ જ પ્રખ્યાત છે. લેટરને લઈને કોંગ્રેસના કેટલાક જૂના નેતાઓ કહે છે કે આ પત્ર તે સમયગાળા દરમિયાન પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

 

જેઆરડી ટાટા હંમેશાં પોતાના હાથથી લખાયેલા પત્રોના નિપુણ લેખક હતા. તેમણે તેમના પરિવાર, સહકાર્યકરો, સાથીદારો અને જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી જેવા સમકાલીન નેતાઓ સાથે નિયમિત પત્રવ્યવહાર કર્યો.

 

આ પણ વાંચો : ખુશખબર : હવે ગુજરાતમાં થશે કોરોનાના વેરીઅન્ટની ચકાસણી, બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટરના માધ્યમથી ઉભી થઈ વ્યવસ્થા

Click on your DTH Provider to Add TV9 Gujarati