વાહ !! પ્રેમ હોય તો આવો, દિવ્યાંગ ભિખારીએ પત્નીને ગિફટમાં આપી 90 હજારની મોપેડ

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) એક એવી ઘટના બની છે જેને જોઈને તમે પણ કહેશો, વાહ... પ્રેમ હોઈ તો આવો. પોતાની પત્નીને તકલીફ પડતી જોઈ એક દિવ્યાંગ ભિખારીએ પોતાની પત્નીને 90 હજારની મોપેડ ગીફટ કરી.

વાહ !! પ્રેમ હોય તો આવો, દિવ્યાંગ ભિખારીએ પત્નીને ગિફટમાં આપી 90 હજારની મોપેડ
Chhindwara Beggar Santosh Kumar Sahu
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

May 26, 2022 | 5:23 PM

MP News : કેટલાક લોકો ઘણીવાર પ્રેમમાં એવા કામ કરી નાંખે છે કે ચર્ચાનો વિષય બની જાય છે. મધ્યપ્રદેશના (Madhya Pradesh) છિંદવાડા શહેરમાં એક એવા જ પતિનો વીડિયો વાયરલ થયો છે. એક ભિખારી પતિ પોતાની પત્ની માટે ભીખ માંગીને 90 હજાર રુપિયા ભેગા કરે છે. અને ભિખારી પતિ પોતાની પત્ની માટે મોપેડ (Moped) ખરીદે છે. હવે તેના પર જ બેસીને બન્ને ભિખ માંગવા જાય છે.

સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ

હાલ આ ભિખારી દંપતિનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. આ વીડિયોમાં પતિ-પત્ની એક મોપેડ પર સાથે જઈ રહ્યાં છે. ભિખ માંગીને ગુજરાન ચલાવતા સંતોષે 4 વર્ષમાં ભિખમાં મળતી રકમમાંથી બચત કરી 90 હજાર ભેગા કર્યા અને પોતાની પત્ની માટે મોપેડની ખરીદી કરી હતી.

આ ભિખારીનું નામ સંતોષ સાહુ છે. તેની પત્નીનું નામ મુન્ની છે. તે બન્ને મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના અમરવાડામાં રહે છે.  સંતોષ સાહુ પાસે ટ્રાઈસિકલ પણ છે. પહેલા તેના પર સંતોષ સાહુ દિવ્યાંગ હોવાથી બેસી રહેતો અને મુન્ની ટ્રાઈસિકલ ધક્કો મારીને લઈ જતી. તેમને રોજ ભિખમાં 400-500 રુપિયા મળી રહેતા હતા. તેમજ 2 સમયનું ભોજન પણ મળી રહેતું.

પત્નીની તકલીફ દૂર કરવા માટે મોપેડ લીધું

સંતોષ સાહુ ટ્રાઈસિકલને આખો દિવસ ધક્કો મારતી અને ભિખ માંગતી પત્ની મુન્નીની તકલીફ જોઈ ન શકયો. સંતોષ સાહુ એ નક્કી કર્યું કે તે પત્ની મુન્ની માટે મોપેડ ખરીદશે. તેના માટે તેણે પેૈસા બચાવવાનું શરુ કર્યું. લગભગ 4 વર્ષમાં તેણે 90 હજાર રુપિયા ભેગા કર્યા. હવે તેણે તે જ 90 હજાર રુપિયાથી મોપેડ ખરીધું. હવે પતિ-પત્ની બન્ને આ મોપેડ પર બેસી ભિખ માંગવા જાય છે. પત્ની પોતાના પતિએ આપેલી આ ગિફટથી ઘણી ખુશ છે. સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડીયોને જોઈને લોકો પતિ સંતોષ સાહુની તારીફ કરી રહ્યાં છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati