આકાશમાંથી મૃત પક્ષીઓનો વરસાદ કેવી રીતે શરૂ થયો ? 200થી વધુ પક્ષીઓ અચાનક પડ્યા કાર પર

પેમ્બ્રોકશાયર- વેલ્સમાં (Pembrokeshire, Wales) વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક ઘટના બની છે. જેણે દરેકને ચોંકાવી દીધા છે. પ્રત્યક્ષ ઘટના જોનારા લોકોએ જણાવ્યા અનુસાર-લોકોએ જોયું કે વેલ્સના રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા (Dead Birds lying on road in Wales) પર મરેલા પડેલા છે.

આકાશમાંથી મૃત પક્ષીઓનો વરસાદ કેવી રીતે શરૂ થયો ? 200થી વધુ પક્ષીઓ અચાનક પડ્યા કાર પર
(Image-Michaela Pritchard)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Feb 13, 2022 | 1:14 PM

દુનિયાભરમાં ઘણી વખત આવી અજીબોગરીબ (Weird things around the world) ઘટનાઓ બને છે. જેના વિશે જાણીને દરેક દંગ રહી જાય છે. આવી જ એક ઘટનાની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. વેલ્સમાં (Wales) અચાનક 200થી વધુ પક્ષીઓ (200 dead birds fall from sky on road) રસ્તા પર મૃત હાલતમાં જોવા મળ્યા. રોડ પર કારમાં જતા લોકો પણ આ જોઈને દંગ રહી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ અકસ્માત કેવી રીતે થયો તેની કોઈને ખબર નથી.

LNG ગેસ કંપનીનો પ્લાન્ટ લીક થયાનું અનુમાન

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ વેલ્સના પેમ્બ્રોકશાયરમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક એવી ઘટના બની છે જેણે બધાને ચોંકાવી દીધા છે. લોકોના જણાવ્યા અનુસાર- તેણે જોયું કે વેલ્સમાં રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા પર પડેલા છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, નજીકના ડ્રેગન LNG ગેસ કંપનીના પ્લાન્ટમાં લીક થવાને કારણે આવું થયું છે પરંતુ વેલ્સ ઓનલાઈનના અહેવાલ મુજબ દરેક જણ સંમત નથી.

લોકોએ આપ્યું નિવેદન

વેલ્સ ઓનલાઈન સાથે વાત કરતા માઈકેલા પ્રિચર્ડ નામની મહિલાએ કહ્યું કે, તે રસ્તા પર પહોંચતા જ તેણે આ નજારો જોયો અને તે તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. કારણ કે તેને આ નજારો ખૂબ જ ડરામણો લાગ્યો. તેણે કહ્યું કે તે 8 વાગે ત્યાં પહોંચી ત્યાં સુધીમાં પક્ષી મરી ચૂક્યા હતા. બીજી તરફ ઈયાન મેકએફ્રે નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેણે જોરદાર અવાજ સાંભળ્યો. જેના પછી આકાશમાંથી પક્ષીઓ પડવા લાગ્યા. તેણે કહ્યું કે, અવાજ વીજળી જેટલો મોટો નહોતો, પણ તેના જેવો જ હતો. અવાજની ક્ષણો પછી લગભગ 5 પક્ષીઓ તેની કારના બોનેટ પર અને 6 જેટલાં જમીન પર પડ્યાં.

પ્લાન્ટે આપી સફાઈ

ઘટના સ્થળની નજીક રહેતી ક્લે ઈટન નામની મહિલાએ જણાવ્યું કે, તે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેના કૂતરાને ફરવા લઈ જતી હતી, ત્યારે અચાનક તેને જોરદાર અવાજ સંભળાયો. તેણીએ જણાવ્યું કે, તે પોતાની સાથે એક ઘાયલ પક્ષી ઘરે લાવી હતી. જેનો જીવ બચી ગયો હતો. ડ્રેગન LNG કંપનીએ કહ્યું કે, તેમના પ્લાન્ટમાં કંઈ અજુગતું થયું નથી, જેનાથી એવું ન કહી શકાય કે પક્ષી તેના કારણે મૃત્યુ પામ્યા.

આ પણ વાંચો: કોરોના મહામારી વચ્ચે ચીનમાં Bird Fluથી સંક્રમિત થયો માનવ, દુનિયાનો પ્રથમ કિસ્સો

આ પણ વાંચો: Bird Flu: Ahmedabad લાંભા વોર્ડમાં 50થી વધારે કબૂતરનાં મોતથી ફફડાટ, સ્થાનિકોમાં બર્ડ ફ્લૂની દહેશત

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati