આ 16 મહિનાનું બાળક છે અદ્ભુત સ્વિમર, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા, જુઓ વાયરલ વીડિયો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pankaj Tamboliya

Updated on: Oct 09, 2022 | 6:03 PM

આજકાલ બાળકો પણ સ્વિમિંગ શીખી રહ્યા છે, પરંતુ શું તમે ક્યારેય દોઢ વર્ષના બાળકને સ્વિમિંગ કરતા જોયું છે? આવો જ એક વીડિયો (Amazing Viral Video) આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે.

આ 16 મહિનાનું બાળક છે અદ્ભુત સ્વિમર, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા, જુઓ વાયરલ વીડિયો
Amazing Viral Video
Image Credit source: Twitter

સ્વિમિંગ એટલે તરવું એ સરળ કામ નથી. ખાસ વાત એ છે કે આ વિશેષતા વ્યક્તિની અંદર કુદરતી રીતે આવતી નથી, પરંતુ તેને શીખવી પડે છે અને શીખવામાં લોકો પાણીમાં પણ પરસેવો વાળી દે છે. શું તમે જાણો છો કે સ્વિમિંગ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરની સાથે સાથે મનને પણ કસરત મળે છે. કહેવાય છે કે યોગ્ય રીતે સ્વિમિંગ કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાય છે. જો કે આજકાલ બાળકો પણ સ્વિમિંગ શીખી રહ્યા છે, પરંતુ શું તમે ક્યારેય દોઢ વર્ષના બાળકને સ્વિમિંગ કરતા જોયું છે? આવો જ એક વીડિયો (Amazing Viral Video) આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે.

આ વીડિયોમાં માત્ર 16 મહિનાનું બાળક સ્વિમિંગ પૂલમાં ખુશીથી સ્વિમિંગ કરતું જોવા મળે છે. જે ઉંમરમાં બાળકો યોગ્ય રીતે ચાલવાનું અને દોડવાનું શીખી શકતા નથી, તે ઉંમરે એક બાળક સ્વિમિંગ કરે છે, તે સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ વીડિયોમાં કંઈક આવું જ જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળક સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યું છે. તેને જોઈને એવું નથી લાગતું કે તે બિલકુલ નાનું બાળક છે, પરંતુ તે કોઈ સ્વિમિંગ એક્સપર્ટ લાગે છે. તે પણ માછલીની જેમ પાણીમાં ડૂબકી મારી રહ્યું છે. આ વીડિયો એકદમ આશ્ચર્યજનક છે. ચોક્કસ તમે તમારા જીવનમાં આટલા નાના બાળકને પાણીમાં તરતા ક્યારેય નહીં જોયા હોય.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @impressivevideo નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ’16 મહિનાનું બાળક પહેલેથી જ તરવું જાણે છે. અદ્ભૂત’. 57 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ કૌશલ દરેકમાં હોવી જોઈએ’, જ્યારે અન્ય યુઝર્સ કહી રહ્યા છે કે તે શાનદાર છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati