ઝોમાટો કેસ: શહેર છોડ્યાની ચર્ચા પર Hitesha Chandranee એ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે તેમણે શહેર નથી છોડ્યુ

હિતેશા ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે બેંગાલુરુ તેનું ઘર છે અને વિવાદ બાદ તેમને શહેર છોડ્યું નથી

ઝોમાટો કેસ: શહેર છોડ્યાની ચર્ચા પર Hitesha Chandranee એ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે તેમણે શહેર નથી છોડ્યુ
Zomato case
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 19, 2021 | 6:06 PM

ઝોમેટો કેસના દિવસમાં એક નવો વળાંક આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિલીવરી બોય કામરાજ પર હુમલો કરવાનો આરોપ લગાવનારી મહિલા ગ્રાહક હિતેશા ચંદ્રાણીએ કેસની તપાસની વચ્ચે બેંગ્લોર છોડી દીધું હતું. તાજેતરમાં જ કામરાજની ફરિયાદના આધારે બેંગ્લોર પોલીસે આઈપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (આપરિધિક ધમકી) હેઠળ હિતેશા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

ઇલેક્ટ્રોનિક્સ સિટી પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે હિતેશા ચંદરાણીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, પૂછપરછ માટે સમન્સ મળ્યા પછી, હિતેશાએ પોલીસને જણાવ્યું કે તે શહેર છોડી ગઈ છે અને મહારાષ્ટ્રમાં તેની કાકીના ઘરે હતી, તેથી પૂછપરછ માટે હાજર થઈ શકશે નહીં.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બેંગ્લોર પોલીસે તેમને આ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે વધુ સમય આપ્યો છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ, જો તે સમન્સનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની સામે આગળની કાર્યવાહી થઈ શકે છે.

આજે આ મામલામાં નવો વળાંક આવી ગયો છે, જેમાં હિતેશાએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોને કહ્યું હતું કે બેંગાલુરુ તેનું ઘર છે અને વિવાદ બાદ તે શહેર છોડ્યુ નથી.

શું છે ઝોમેટોનો કેસ?

હિતેશાએ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ‘ઓર્ડર આવામાં મોડો થઈ ગયો હતો અને તેમણે કસ્ટમર કેર સાથે વાત શરૂ કરી હતી. પછી જ્યારે તે ઓર્ડર રદ કરવા લાગી તો ડિલિવરી બોયે તેને મોઢામાં મુક્કો માર્યો હતો. ‘

જો કે, કામરાજ કહે છે કે ‘તેમણે હુમલો કર્યો ન હતો, પરંતુ હિતેશાના નાક પર તેમની જ રિંગ લાગી હતી’

તેમણે આરોપ લગાવ્યો હતો કે ‘ હિતેશાએ ઓર્ડર લીધા પછી પૈસા આપવાની ના પાડી કારણકે ડિલિવરી મોડી પડી હતી ‘.

તેમણે કહ્યું- ‘તેઓએ મને ચપ્પલ વડે માર મારવાનું શરૂ કર્યું અને ત્યારબાદ જ્યારે મેં મારી જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારો ડાબા હાથ તેમના જમણા હાથને સ્પર્શ કર્યો અને તેમના નાક પર તેમની જ રિંગથી ઇજા થઈ અને તેમના નાકમાથી લોહી વહેવા લાગ્યું. હું તેને વધુ જટિલ બનાવવા માંગતો નથી, સત્યને જીતવા દો. જો નહીં, તો હું કાયદાકીય રીતે લડીશ. મારી માતા બીમાર છે, પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થયું છે, હું ઘરનો એકમાત્ર કમાઉ છું. હું છેલ્લા 26 મહિનાથી ઝોમેટોમાં 4.7 રેટિંગ સાથે કામ કરું છું. કેસ પૂરો થાય ત્યાં સુધી, કંપનીએ મારો આઈડી બ્લોક કરી દીધો છે અને કેસ ઉકેલાયા બાદ તેને પાછો લઈ લેવાની ખાતરી આપી છે. ”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">