સાંસદ મનસુખ વસાવાની જેમ તમારો પણ ફોન કે સામાન ટ્રેનમાં ચોરાઈ જાય તો, ટ્રેનમાં ફરિયાદ નોંધાવવા માટે જાણી લો તમામ માહિતી

જો તમારો ફોન (Mobile Phone) કે અન્ય કોઈ સામાન ટ્રેનમાં (Train) ચોરાઈ જાય તો કેવી રીતે ફરિયાદ કરશો તે અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.

સાંસદ મનસુખ વસાવાની જેમ તમારો પણ ફોન કે સામાન ટ્રેનમાં ચોરાઈ જાય તો, ટ્રેનમાં ફરિયાદ નોંધાવવા માટે જાણી લો તમામ માહિતી
Know all the information to lodge a complaint in the train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 2:44 PM

જો તમારો ફોન (Mobile Phone) કે અન્ય કોઈ સામાન ટ્રેનમાં (Train) ચોરાઈ જાય તો કેવી રીતે ફરિયાદ કરશો તે અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે. તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવાનો ફોન વીઆઇપી કોચમાંથી ચોરાઈ  ગયો હતો. આ અંગે તેમણે રેલવે બોર્ડને ફરિયાદ કરી હતી. ત્યારે તપાસમાં છેલ્લે તેમના ફોનનું લોકેશન કોટા રાજસ્થાનનું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સાસંદે રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.  હવે જો એક સામાન્ય નાગરિક તરીકે તમારો ફોન કે સામાન ચોરાય તો તમે શું કરશો ….. જો તમારો ફોન કે અન્ય સામાન ચોરાયો હોય તો તમે ટ્રેનમાં બેઠા બેઠા જ આ રીતે ફરિયાદ નોંધાવી શકો છો.

 આ રીતે નોંધાવી શકો છો ફરિયાદ

1. ટ્રેનની ચાલુ મુસાફરીએ કોઈ ચોરાઈ જાય તો તમે ચોક્કસ રીતે ફરિયાદ નોંધાવી શકો છો.

2. મુસાફરી દરમિયાન ચાલતી ગાડીમાં લૂંટ થવા જેવી ઘટના બને તો તમે ટ્રેનના કંડક્ટર, કોચ કે પરિચાલક, ગાર્ડ અથવા તો જીઆરપી કર્મીનો સંપર્ક કરી શકો છો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

3. તે તમને એફઆઇઆર ફોર્મ આપશે, જે ભરીને તમે પરત કરી શકો છો. તમારી ફરિયાદ જરૂરી કામગીરી માટે પોલીસ સ્ટેશનમાં સોંપી શકો છો.

4. તમારે પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા તમારી મુસાફરી રોકવાની જરૂર નથી. મુખ્ય રેલેવે સ્ટેશન પર ફરિયાદ નોંધાવવામાં સહાયતા કરવા માટે તમે આરપીએફ સહાયતા બૂથ ઉપર પણ સંપર્ક કરી શકો છો.

સામાનની ચોરી કે સામાનને નુકસાન થવું

1. ચાલુ ટ્રેનમાં સામાન ચોરી થાય તો ટીટી કે ગાર્ડ પાસેથી ચોક્કસ ફોર્મ લઇને તમે તમારી ક્ષેત્રીય ભાષામાં આ ફોર્મ ભરી શકો છો.

2. આ ફોર્મ ટીટીઇ, ગાર્ડ અથવા તો તૈનાત જીઆરપી કર્મચારી પાસે ઉપલબ્ધ હોય છે.

3. આ ફોર્મ ભર્યા બાદ કોઈ પણ જીઆરપી કર્મચારી, ટીટીઇ કે ગાર્ડને કહીને આગલા પોલીસ સ્ટેશન પર નોંધાવવા માટે સોંપવામાં આવી શકે છે.

4. આ બધી જ સેવાઓ માટે તથા પ્રતિબદ્ધતા માટે નાગરિકોએ કોઈ જ નાણાં આપવાની જરૂરિયાત રહેતી નથી.

5. આ માટેના ખાસ વેબપોર્ટલ ઉપર પણ જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો.

6. http://www.coms.indianrailways.gov.in/ અને મોબાઇલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

7. http://www.coms.indianrailways.gov.in/ ઉપર જઇને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

રેલવે પોલીસ દ્વારા ચલાવાવમાં આવી રહ્યું છે ઓપરેશન અમાનત

રેલવે પોલીસે લોકોના ખોવાયેલા સામાનને મેળવવા માટે ઓપરેશન અમાનત નામનું એક અભિયાન શરૂ કર્યું છે. તે હેઠળ રેલવે પોલીસ કોઈ પણ મળેલા સામાનને પોતાની પાસે રાખી લે છે અને તેનો ફોટો અપલોડ કરે છે આ સ્થિતિમાં તમે રેલવે સ્ટેશન પરથી સામાન મેળવી શકો છો. અને હકદાવો રજૂ કરી તમારો સામાન પરત મેળવી  શકો છો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">