આઈસ્ક્રીમ ખાતા ઈરાનની મહિલાએ એવુ તો શું કર્યું કે સરકારે મહિલાઓની જાહેરાત પર મૂક્યો પ્રતિબંધ, જુઓ વીડિયો

આ જાહેરાતમાં એક ઈરાની મહિલા આઈસ્ક્રીમ ખાતી જોવા મળી હતી. આ પછી ઈરાનમાં મૌલવીઓએ હોબાળો મચાવ્યો છે. મૌલવીઓએ અધિકારીઓને આઈસ્ક્રીમ બનાવતી કંપની ડોમિનોઝ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આઈસ્ક્રીમ ખાતા ઈરાનની મહિલાએ એવુ તો શું કર્યું કે સરકારે મહિલાઓની જાહેરાત પર મૂક્યો પ્રતિબંધ, જુઓ વીડિયો
Iranian woman in ice cream advertisement
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 05, 2022 | 5:31 PM

ઈરાનમાં એક મહિલાએ ( Iranian woman) આઈસ્ક્રીમની જાહેરખબર ( Ice cream advertisement) કરી છે, સરકારે આખા દેશમાં મહિલાઓને જાહેરખબર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનના સંસ્કૃતિ અને ઈસ્લામિક ગાઈડન્સ મંત્રાલયે મહિલાઓને જાહેરાતોમાં દેખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આજકાલ પ્રસારીત થઈ રહેલી એક જાહેરખબરમાં ઈરાનની એક મહિલાને આઈસ્ક્રીમ ( Ice cream) ખાતા બતાવવામાં આવી હતી. આ જાહેરાત બાદ ઈરાનમાં હોબાળો મચી ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે આઈસ્ક્રીમની જાહેરાત “જાહેર શિષ્ટાચારની વિરુદ્ધ” છે. આવી જાહેરાત મહિલાઓના મૂલ્યોનું અપમાન કરે છે.

ઈરાનના સંસ્કૃતિ અને ઇસ્લામિક માર્ગદર્શિકા મંત્રાલયે આ અંગે પત્ર પણ લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘હિજાબ અને પવિત્રતાના નિયમો’ મુજબ કોઈપણ મહિલાને કોઈપણ પ્રકારની જાહેરાતમાં દેખાવવાની મંજૂરી નથી. અત્રે ઉલ્લેખનીય કે સંસ્કૃતિ મંત્રાલયે કટ્ટરપંથી ઈસ્લામિક ધર્મગુરુઓના કહેવા પર મહિલાઓને જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. આઈસ્ક્રીમની જાહેરાતમાં એક મહિલા લૂઝ હિજાબ પહેરેલી જોવા મળે છે અને તે આઈસ્ક્રીમ ખાતી જોવા મળે છે. વિડિયો જુઓ-

આઈસ્ક્રીમની જાહેરાત જોઈ મૌલવીઓ થયા ગુસ્સે

ઈરાનના મૌલવીઓ આઈસ્ક્રીમની જાહેરાતથી એટલા બધા ગુસ્સે થયા છે કે તેમણે ઈરાનના અધિકારીઓને આઈસ્ક્રીમ બનાવતી કંપની ડોમિનોઝ સામે કાર્યવાહી કરવા કહ્યું. આ પછી જ ઈરાનના સંસ્કૃતિ અને ઇસ્લામિક માર્ગદર્શિકા મંત્રાલયે દેશની કલા અને સિનેમા સ્કુલોને પત્રો લખ્યા હતા. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટે જાહેરાતો પર પ્રતિબંધ સુપ્રીમ કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિવોલ્યુશનના નિર્ણયો હેઠળ લેવામાં આવ્યો છે. આ નિર્ણય ઈરાનના નિયમો પર આધારિત હોવાનું પત્રમાં કહેવાયું છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આવો નિયમ ઘણા સમયથી અમલમાં છે. આ અંતર્ગત માત્ર મહિલાઓ જ નહીં પરંતુ બાળકો અને પુરુષોને પણ ‘ઇન્સ્ટ્રુમેન્ટલ યુઝ’ તરીકે બતાવવા પર પ્રતિબંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદ ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઇસ્લામિક ક્રાંતિ પછી દેશમાં ધાર્મિક રૂઢિચુસ્ત કાયદાઓ વધુને વધુ લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે, મહિલાઓ આ નિયમોનો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે, તો વહીવટીતંત્ર તેમની સામે કડક કાર્યવાહી કરે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati