Viral Video: જોરદાર મગજ ચલાવી શ્વાને ચોર્યુ ખાવાનુ ,વીડિયો જોઇ આપ પણ થઇ જશો ખુશ

Viral Video : આજકાલ એક શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં શ્વાને ખાવાનુ ચોરવા માટે જોરદાર મગજ ચલાવ્યુ છે.

Viral Video: જોરદાર મગજ ચલાવી શ્વાને ચોર્યુ ખાવાનુ ,વીડિયો જોઇ આપ પણ થઇ જશો ખુશ
સાંકેતિક તસ્વીર
TV9 GUJARATI

| Edited By: Niyati Trivedi

Jul 21, 2021 | 7:47 AM

Viral Video : જો આપ સોશિયલ મીડિયા(Social Media)ની દુનિયામાં એક્ટિવ રહો છો તો તમને એકથી એક જોરદાર વીડિયો(Video) જોવા મળશે. જેમાં કેટલાક વીડિયો હેરાન કરી દેનારા હશે તો કેટલાક વીડિયોને જોઇ તમે હસવાનુ પણ નહીં રોકી શકો. આજકાલ એક શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ(Viral Video) થઇ રહ્યો છે જેમાં શ્વાને ખાવાનુ ચોરવા માટે જોરદાર મગજ ચલાવ્યુ છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એ વ્યક્તિ દારુ પીધા બાદ ભાન ન હોય તેવી રીતે ઉભો છે. આ મોકાનો ફાયદો ઉઠાવીને એક શ્વાન ત્યાં આવે છે અને ત્યાં પડેલુ ખાવાનુ ચોરીને જતો રહે છે. શ્વાને પોતાના કામને ઘણી જ સારી રીતે કર્યુ અને એ વ્યક્તિને ખબર પણ ન પડી.

View this post on Instagram

A post shared by @lifeofxodus

યૂઝર્સ કરી રહ્યા છે વીડિયોને પસંદ 

આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. કેટલાક યૂઝર્સ આના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.એક યૂઝરે કહ્યુ કે શ્વાને ગજબનું મગજ અને શાતિર અંદાજમાં વ્યક્તિનુ ખાવાનુ ચોર્યુ છે. તો બીજા યૂઝરે લખ્યુ કે આ સૌથી સારી વાત છે જે મે આ વર્ષે જોઇ અદ્ભુત. આ સિવાય પણ કેટલાક યૂઝર્સે આ વીડિયોના અલગ અલગ અંદાજમાં વખાણ કર્યા.

કરોડો લોકોએ જોયો વીડિયો 

આપને જણાવી દઇએ કે આ વીડિયોને ઇનસ્ટાગ્રામ પર lifeofxodusનામના પેજ પર શેર કરાયો છે. જેને લાખો લાઇક્સ મળી ચૂક્યા છે જ્યારે કરોડો લોકોએ આ વીડિયો જોયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati