નાની ભૂલ પણ પડી શકે છે ભારે, ગણતરીની મિનિટમાં ખાતામાંથી ઉપડી ગયા 11 લાખ રૂપિયા

આપણે ઘણીવાર જોઈએ છીએ કે, ગણતરીની મિનિટોમાં કોઈ પણ વહિવટ વગર ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે. તો ઘણીવાર વધારે પૈસાની લાલચમાં પણ પૈસા ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જેમાં ગણતરીની મિનિટમાં ખાતામાંથી 11 લાખ રૂપિયા ઉપડી ગયા છે.

નાની ભૂલ પણ પડી શકે છે ભારે, ગણતરીની મિનિટમાં ખાતામાંથી ઉપડી ગયા 11 લાખ રૂપિયા
પંજાબ નેશનલ બેન્ક
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 04, 2021 | 11:02 AM

આપણે ઘણીવાર જોઈએ છીએ કે, ગણતરીની મિનિટોમાં કોઈ પણ વહિવટ વગર ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે. તો ઘણીવાર વધારે પૈસાની લાલચમાં પણ પૈસા ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જેમાં ગણતરીની મિનિટમાં ખાતામાંથી 11 લાખ રૂપિયા ઉપડી ગયા છે.

46 વર્ષીય હરીશ ગુલાટીએ બુધવારે રાત્રે 11.57 વાગ્યે તેના પંજાબ નેશનલ બેંક (PNB) ના બચત ખાતામાં પડેલી રકમ તપાસવા માટે સૌથી વધુ લોકપ્રિય સર્ચ એન્જિન પર જઈ પીએનબીના હેલ્પલાઇન નંબરની શોધ શરૂ કરી હતી. પી.એન.બી. લખતાંની સાથે જ ઘણી લિંક આવી ગઈ હતી. પહેલી લિન પર ક્લિક કરતા જ મોબાઈલ સ્ક્રીન પર PNBની એક સાઈટ આવી ગઈ હતી.

આ સાઇટ પર વધુસર્ચ કરવામાં આવતા એક ટોલ ફ્રી નંબર 18001802222 સામે આવ્યો હતો. જ્યારે ગુલાટીને આ અંગે ફોન કર્યો ત્યારે ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું- ‘તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેના પર તમે તમારા ખાતાને લગતી કોઈપણ માહિતી લઈ શકો છો. હમણાં તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે એક લિંક મોકલી રહ્યાં છો, તે લિંકને ક્લિક કરો, એપ્લિકેશન તમારા મોબાઇલ પર ડાઉનલોડ કરવામાં આવશે. ‘

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

ગુલાટીએ ફોન મૂકતાંની સાથે જ તેના 7699122095 મોબાઇલ પર લિંક https://query4.wpcdn-a.com/ આવી હતી. લિંકને ક્લિક કરતા જ બેનિફિશિયરીનું નામ અને એટીએમ કાર્ડનો 16 અંકનો નંબર પૂછવામાં આવ્યું. ગુલાટીએ તેનું નામ અને કાર્ડનો 16 અંકનો નંબર ભર્યો.

37 મિનિટ બાદ રાતે 12.30 વાગ્યા સુધીમાં ચાર ટ્રાન્જેક્શન દ્વારા 11 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. મોબાઈલ પર પૈસા ઉપાડવાનો મેસેજ જોઈ ગુલાટી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે જ ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો અને તરત જ તેનું ખાતું સ્થિર કરવાનું કહ્યું. પરંતુ આ પ્રક્રિયા અટકી ન હતી.

સવારે 8.30 વાગ્યે તે પંચકુલા સેક્ટર-8માં સ્થિત પી.એન.બી. શાખામાં જાય છે અને જ્યારે 2 લાખનો મેસેજ આવે ત્યારે મેનેજરને ઘટના વિશે જણાવી રહ્યો હતો. ગુલાટી મેનેજરને કહે છે. મેનેજર તાત્કાલિક તે ખાતાની તપાસ કરે છે જેમાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને થોડા સમય પછી ગુલાટીના ખાતામાં આ 2 લાખ આવી જાય છે.

ગુલાટીએ સમગ્ર મામલો બેંકને જાણ કરી છે. જિલ્લા સાયબર સેલ પણ ડીએસપી અમનપ્રીતને ફરિયાદ કરી છે. ગુલાટીએ કહ્યું કે તે પ્રોપર્ટીનો ધંધો ચલાવે છે. ખાતામાં 14 લાખ 1 હજાર રૂપિયા બચાવ્યા હતા, તે ફક્ત સંપત્તિ ખરીદવા માટે હતા. આ ચેક બીજી પાર્ટીને આપ્યો છે પરંતુ શું ખબર હતી કે, એક નાની ભુલથી જિંદગીભરનું નુકસાન થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">