આજે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ વાંચવું તમારા માટે જરૂરી છે …બચી જશે તમારા 2 કલાક
DRM વડોદરાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10 મિનિટ લેટ ચાલશે. ટ્રેન સુરત બાદ આગળ જતા મોડી પડશે. ટ્રેન મુંબઈથી સુરત સમયસર ચાલશે જે બાદ બ્લોકના કારણે ટ્રેન લેટ પડશે.
પશ્ચિમ રેલવે(western railway)ના વડોદરા ડિવિઝ અંતર્ગતના વડોદરા-સુરત રેલવે વિભાગ(Vadodara-Surat Railway Division)ના કીમ અને સાયન સ્ટેશન વચ્ચે 36 મીટરના સ્ટીલ ગર્ડરના લોન્ચિંગના કારણે એન્જિનિયરિંગ અને પાવર બ્લોક(engineering and power block) લેવામાં આવશે. આ કારણે આજે 1લી જૂન 2022ના રોજ પશ્ચિમ રેલવે અંતર્ગત રેલ વ્યવહાર પ્રભાવિત થશે. સૂત્રો અનુસાર ૫ ટ્રેનના મુસાફરોને તકલીફનો સામનો કરવો પડશે. રેલવે દ્વારા ૧ ટ્રેડ રદ કરવામાં આવી છે જયારે ૪ ટ્રેન ૧૦ મિનિટથી લઈ ૨ કલાક ૨૦ મિનિટ સુધી મોડી ચાલશે. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ રેલ વ્યવહાર રાબેતામુજબ કાર્યરત કરાશે.
पश्चिम रेलवे के वडोदरा मंडल के वडोदरा – सूरत रेलखंड के किम व सायन स्टेशनों के बीच 36 मीटर की स्टील गिर्डर लॉन्चिंग के कारण इंजीनियरिंग और पावर ब्लॉक लिया जाएगा। इस कारण 1 जून 2022 को निम्नानुसार ट्रेनें प्रभावित रहेगी @WesternRly @RailMinIndia pic.twitter.com/Lfb0noYNeo
— DRM Vadodara (@DRMBRCWR) May 31, 2022
આ ટ્રેનના મુસાફરો પ્રભાવી થશે
- ટ્રેન નંબર 09082 ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ રદ્દ કરવામાં આવી છે
- ટ્રેન નંબર 22717 રાજકોટ – સિકંદરાબાદ એક્સપ્રેસ 2 કલાક 20 મિનિટ મોડી પડશે
- ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ લેટ ચાલશે
- ટ્રેન નંબર 09075 મુંબઈ સેન્ટ્રલ કાઠગોદામ સમર સ્પેશિયલ 45 મિનિટ મોડી પડશે
- ટ્રેન નંબર 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10 મિનિટ લેટ ચાલશે (ટ્રેન મુંબઈથી સુરત સમયસર ચાલશે)
DRM વડોદરાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10 મિનિટ લેટ ચાલશે. ટ્રેન સુરત બાદ આગળ જતા મોડી પડશે. ટ્રેન મુંબઈથી સુરત સમયસર ચાલશે જે બાદ બ્લોકના કારણે ટ્રેન લેટ પડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09082 ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ રદ્દ કરવામાં આવી છે. આ ટ્રેન ભરૂચ – સુરત વચ્ચે દોડે છે. આ ટ્રેન નિયમિત બપોરે 12.20 વાગે ભરૂચથી ઉપડી બપોરે 1.55 વાગે સુરત રેલવે સ્ટેશને પહોંચે છે. આ ટ્રેન આજે તેના શિડ્યુલ મુજબ દોડશે નહિ.
હવે જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ મળશે
અમદાવાદ(Ahmedabad) ડિવિઝનની 21 લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ(Unreserved Ticket) આપવાનો નિર્દેશ આપ્યો છે. ડિવિઝનલ રેલ્વે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર આ ટ્રેનોમાં આરક્ષિત ટિકિટની સાથે અનરિઝર્વ્ડ ટિકિટની સુવિધા પણ આપવામાં આવશે.