ફરો ભારત TV9 સાથે: જાણો ગુજરાતના 10 પ્રવાસન સ્થળ વિશે જ્યાં જવુ તમારા માટે ખૂબ જ સરળ છે

ફરો ભારત TV9 સાથે : ટીવીનાઇન ગુજરાતીની વિશેષ રજૂઆત ફરો ભારત TV9 સાથે (Season 1) માં વાત કરીશુ ગુજરાતના 10 પ્રવાસન સ્થળ વિશે જ્યાં જવુ તમારા માટે ખૂબ જ સરળ છે અને તમારા ખિસ્સા પર વધુ ભાર પણ નહી પડે.

  • tv9 webdesk39
  • Published On - 21:51 PM, 28 Mar 2021
ફરો ભારત TV9 સાથે: જાણો ગુજરાતના 10 પ્રવાસન સ્થળ વિશે જ્યાં જવુ તમારા માટે ખૂબ જ સરળ છે

ફરો ભારત TV9 સાથે : ટીવીનાઇન ગુજરાતીની વિશેષ રજૂઆત ફરો ભારત TV9 સાથે (Season 1) માં વાત કરીશુ ગુજરાતના 10 પ્રવાસન સ્થળ વિશે જ્યાં જવુ તમારા માટે ખૂબ જ સરળ છે અને તમારા ખિસ્સા પર વધુ ભાર પણ નહી પડે. કોરોનાના કપરા કાળ વચ્ચે લોકોનું આખુ વર્ષ ઘરમાં જ વિત્યુ છે ત્યારે હવે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો અમે તમારા માટે લાવ્યા છે  10 એવી જગ્યાઓ કે જ્યાં ફરીને તમારું મન આનંદિત થઇ જશે. સાથે જ અમે લાવ્યા છે તમારા પ્રવાસને લગતી સંપૂર્ણ માહિતી તો હવે તમે બેગ પેક કરો અને તમારા પરિવાર, મિત્રો  સાથે ફરો ભારત ટીવી9 સાથે

 

 

Destination 1 : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)

 


ભારતના લોહપુરુષને એક અનોખી શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવવામાં આવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યંત નયનરમ્ય અને આબેહૂબ છે. ૧૮૨ મિટર ઊંચી આ પ્રતિમા સાધુ બેટ નામના એક નાનકડા ટાપુ પર આવેલી છે. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે તે અત્યંત શોભાયમાન થઇ રહી છે. ત્યા તમે સ્ટેચ્યુ ઓફ વયુઇંગ ગેલેરીમાંથી આસપાસના નિસર્ગનું રસપાન કરી શકો છો. સાથે જ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો, વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર સરોવર ડેમ, પાવર હાઉસ, બોટિંગ, શૂળપાણેશ્વર સેન્ચ્યુરી, ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, શોપિંગ વગેરેની મજા લઇ શકો છો.

શોપિંગ (Shoping) –
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાછા ફરતી વખતે યાદગીરીરૂપે હેટ્સ, ટી-શર્ટ્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ વગેરે પોતાની સાથે લઈ શકે છે. આ શોપિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી સોવિનિયર શોપમાંથી કરી શકાય છે.

કઇ રીતે પહોંચવુ- 
સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સૌથી નજીકમાં કેવડિયા, અમદાવાદ, વડોદરા, સુરત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન આવેલા છે અને જો તમે બસ અથવા તો પ્રાઇવેટ વ્હિકલ લઇને જવા માંગતો હોવ તો અમદાવાદથી 198 કિમી, વડોદરાથી 91 કિમી અને સુરતથી 156 કિમીની દૂરી પર આવેલુ છે

વર્ષ દરમિયાન તાપમાન –
જાન્યુઆરી – લધુત્તમ 22°C, મહત્તમ 31°C, ફેબ્રુઆરી – લધુત્તમ 22°C, મહત્તમ 32°C, માર્ચ – લધુત્તમ 23°C, મહત્તમ 33°C, એપ્રિલ – લધુત્તમ 21°C, મહત્તમ 33°C, મેં – લધુત્તમ 20°C, મહત્તમ 33°C, જૂન – લધુત્તમ 19°C, મહત્તમ 32°C, જુલાઇ – લધુત્તમ 18°C, મહત્તમ 31°C, ઓગષ્ટ – લધુત્તમ 19°C, મહત્તમ 31°C, સપ્ટેમ્બર – લધુત્તમ 20°C, મહત્તમ, 34°C, ઓક્ટોબર – લધુત્તમ 22°C, મહત્તમ 33°C, નવેમ્બર – લધુત્તમ 22°C, મહત્તમ 33°C, ડિસેમ્બર – લધુત્તમ 24°C, મહત્તમ 32°C

ક્યાં રહેવાનું ?
તમે નર્મદા ટેન્ટ સીટી, શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર સરોવર રિસોર્ટ અથવા તો નજીકમાં આવેલી કોઇ હોટલ પણ બુક કરી શકો છો જેને બુક કરવા માટે તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરો

લીંક પર ક્લિક કરો

તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે ?
સ્ટ્ચ્યુ ઓફ યુનિટીમાં આવેલા દરેક આકર્ષણના કેન્દ્રને જોવા વ્યક્તિ દીઠ 2500 થી 4000 જેટલો ટિકીટનો ખર્ચો થશે. સાથે જ તમે તમારા બજેટ પ્રમાણે ટેન્ટ અથવા હોટલનું બુકિંગ કરાવી શકો છો જેના ચાર્જિસ અને બુકિંગ ડિટેલ્સ તમે નીચે આપેલી લીંક પર જઇ કરી શકશો.

લીંક પર ક્લિક કરો

 

Destination 2 : રતન મહલ રીંછ અભ્યારણ્ય (Ratanmahal Sloth Bear Sanctuary)

 

આ અભ્યારણ 11 ગામોના જંગલોમાં ફેલાયેલુ ભવ્ય અભ્યારણ છે. નજીકમાં આવેલા આદિવાસી નગરો અને છોટાઉદેપુર તમને સ્થાનિક લોકોને મળવાની અનોખી તક આપે છે. આ ક્ષેત્રમાં સુસ્તી ધરાવતા રીંછની સૌથી વધુ વસ્તી છે ત્યાં આવેલી ઇકો કેમ્પસ સાઇટ જંગલનો નજીકથી અનુભવ કરવાની તક આપે છે. અહીં સાગ, ટીમરુ, સડદ, ચરોલી જેવા ઝાડ જોવા મળે છે જેનો સમાવેશ દુર્લભ જાતિઓમાં થાય છે. સાથે જ અહીં કોબ્રા, રસેલ વાયપર, ચિત્તા, ચાર શિંગડાવાળા કાળિયાર વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. અભ્યારણ્યની અંદર આવેલી પનમ નદીની મુલાકાત લઇને મન પ્રફુલ્લિત થઇ જાય છે.

કઇ રીતે પહોંચવુ – વડોદરાથી 170 કિમી દૂર અને અમદાવાદથી તે 250 કિમી દૂર આવેલુ છે. દાહોદ અથવા ગોધરા રેલ્વે સ્ટેશનથી તે 70 થી 75 કિમી દૂર છે. જો તમે બસથી જવા માંગતા હોવ તો સૌથી નજીકનું બસ સ્ટેશન સગતાલા છે જે 15 કિમી દૂર છે. આ જગ્યાએ જવા માટેનો સૌથી યોગ્ય સમયગાળો ઓક્ટોબરથી મેં મહિનાનો છે. જ્યાં તમને રહેવા માટે ફોરેસ્ટ વિભાગ તરફથી રેસ્ટ હાઉસ ઉપલબ્ધ હોય છે. વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જઇને તમે ટેન્ટ પણ બુક કરાવી શકો છો.

ક્યાં રહેવું – ગવર્મેન્ટ દ્વારા તોરણ હોટલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને ડાયરેક્ટ બુકિંગ સાઇટ પર પહોંચી જશો તમે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ અથવા તો ટેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો

અહીં ક્લિક કરો

મુલાકાતનો યોગ્ય સમય – રતન મહલ સ્લોથ બિયર સેન્ચુરીની મુલાકાત લેવાનો યોગ્ય સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે, ચોમોસા દરમિયાન સેન્ચુરી બંધ રાખવામાં આવે છે

તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે ?

વ્યક્તિ દીઠ 2500 થી 4000 વચ્ચે

 

Destination 3 : સાપુતરા અને ગીરા ધોધ (Saputara & Gira Waterfalls)

 

જો તમે કુદરતને માણવા માંગતા હોવ અને શહેરના પ્રદૂષણ અને ભીડભાડથી દૂર ક્યાંક શાંતીનો અનુભવ કરવા જવા માંગતા હોવ તો સાપુતારા તમારા માટે યોગ્ય વેકેશન ડેસ્ટિનેશન છે. દક્ષિણ ગુજરાતમાં આવેલુ સાપુતારા ગુજરાતનું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઇએ આવેલુ છે. ઉનાળામાં ફરવા માટે તે યોગ્ય છે કારણ કે અહીં ભર ઉનાળામાં પણ તાપમાન 30 ડિગ્રીથી ઓછુ રહે છે. અહીં નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક જગ્યાઓ છે.

સાપુતારાની નજીક જ ગીરા ધોધ આવેલો છે જેને જોઇને તમારી આંખોને ઠંડક અને મનને શાંતી મળશે. નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધ પરથી પડતા પાણીને જોઇ શકાય છે. પાણી પડવાનો અવાજ સાંભળી તમને ત્યાં જ થંભી જવાનું મન થશે

કઇ રીતે પહોંચશો

માર્ગ દ્વારા
વઘઈ શહેર 51 કિ.મી. દૂર છે. અમદાવાદ: 409 કિ.મી. સુરત: 164 કિ.મી. મુંબઇ: 250 કિ.મી. વડોદરા: 309 કિ.મી. વાઘાઇ અને અમદાવાદથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો અને ખાનગી લક્ઝરી કોચ છે. જો તમે ખાનગી કાર દ્વારા આવતા હોવ તો, નેશનલ હાઈવે વધુ ઝડપી હોઇ છે.

ટ્રેન દ્વારા
પશ્ચિમ રેલ્વેના બિલિમોરા-વાઘાઇ સાંકડી ગેજ વિભાગ પર, નજીકનું રેલ્વે સ્ટેશન વાઘાઈ છે. ગુજરાતથી સુરત અથવા અમદાવાદ અથવા તો મુંબઇથી આવતા લોકો માટે, બીલીમોરા વધુ અનુકૂળ રેલવે સ્ટેશન છે અને ત્યાંથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે.

વિમાન દ્વારા
નજીકનું વિમાનમથક વડોદરા, 309 કિમી દૂર છે.

ક્યાં રહેશો – 

તોરણ હોટલ, હેરિટેજ સ્ટે, રજીસ્ટર્ડ હોટલ અને હોમ સ્ટેની સુવિધા મએળવી શકો છો. સ્ટ્રીટ ફૂડની સાથે તમે ગુજરાતી અને આદિવાસી ભોજનનો લ્હાવો માણી શકો છો. બુકિંગ કરવા માટે તમે ગુજરાત ટુરિઝમની વેબસાઇટ પર જઇ શકો છો

શોપિંગ –

અહીંના બજારોમાંથી તમે વાર્લી પેઇન્ટિંગ ખરીદી શકો છો, વાસમાંથી બનાવવામાં આવેલી વિવિધ ચીજ- વસ્તુઓ ખરીદી શકો છો. આદિવાસી સંસ્કૃતિથી જોડાયેલા ઘરેણાં પણ ખરીદી શકો છો.

તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે ?

એક દિવસની ટ્રીપ માટે વ્યક્તિ દીઠ 1500 થી 2000, અને રોકાવું હશે તો હોટલ પ્રમાણે તમે ખર્ચ કરી શકો છો

હોટલ બુકિંગ સહિતની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

Destination 4 : દ્વારકા (Dwarka)

 

દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર”. મથુરા ખાતે મામા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા આમ કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની પૌરાણિક કથા ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. દેવભૂમી દ્વારકા સાથે કેટલીક દંતકથાઓ જોડાયેલી છે

જોવા લાયક સ્થળો
દ્વારકાધિશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, દ્વારકા બીચ, બેટ દ્વારકા ટાપુ, ગોમતી ઘાટ, રુક્ષ્મણી મંદિર, ગોપી તળાવ

કઇ રીતે પહોંચશો

રેલ માર્ગ 
દ્વારકા નિયમિત ટ્રેનો મારફત દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
રેલવે સ્ટેશન: દ્વારકા

રસ્તા દ્વારા 
દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે સરળતાથી દ્વારકાની નિયમિત બસો મેળવી શકો છો.
બસ સ્ટેશન: દ્વારકા

ક્યાં રહેશો –

તમે દેવભૂમી દ્વારકા ફરવા જઇ રહ્યા છો અને રહેવાની જગ્યા શોધી રહ્યા છો તો તમે ધર્મશાળા, ગેસ્ટ હાઉસ કે હોટલ બુક કરી શકો. હોટલનુ એક દિવસનું ભાડું 1000 રૂપિયાથી શરૂ થશે

હોટલ બુકિંગ સહિતની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

Destination 5 – શિવરાજપુર બીચ (Shivrajpur Beach)

 

બ્લ્યુ બીચ સ્વર્ણિમ દ્વારકા નામે ઓળખાતો આ બીચ દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો છે બીચ જોઇને તમને લાગશે કે તમે ગુજરાતમાં નહી પરંતુ વિદેશમાં ક્યાંક છો. અહીંના દરિયાનું પાણી કાચ જેવુ ચોખ્ખુ છે. આ બીચ વિશે વધુ લોકોને ખબર ન હોવાથી અહીં ખાસ ભીડ પણ હોતી નથી જેથી કોરોના કાળમાં ફરવા જવા માટે આ યોગ્ય જગ્યા છે. આ બીચની ભવ્યતા એવી છે કે એક વાર જોયા પછી તમે તેને ક્યારેય ભૂલી ન શકો. જો તમે એડવેન્ચરના શોખિન હોવ તો અહીં સ્કૂબા ડાઇવિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે


કઇ રીતે પહોંચવું ?

ફ્લાઇટ – જામનગર એરપોર્ટ

ટ્રેન – દ્વારકા રેલવે સ્ટેશન

માર્ગ – દ્વારકા બસ સ્ટેશન, ખાનગી વાહન

મુલાકાત લેવાનો યોગ્ય સમય – વર્ષ દરમિયાન ગમે ત્યારે

તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે ?

વ્યક્તિ દિઠ રૂપિયા 3000 થી રૂપિયા 5000

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Destination – 6 કબીરવડ (Kabirvad)

 

નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે. શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે. અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે. કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે.

કેવી રીતે પહોંચવું: ભરુચથી કબીરવડ 18 કિમી છે. શુક્લતીર્થથી માંગલેશ્વર ભારદ્વાજ આશ્રમ સુધી રોડ માર્ગે જઈ શકાશે. નર્મદા નદીની વચ્ચે ટાપુ પર આ કબીરવડ હોવાથી માંગલેશ્વરથી બોટ દ્વારા જઈ શકાય છે. વડોદરાથી આ સ્થળ 79 કિમી, અમદાવાદથી 192 કિમી અને સુરતથી 88 કિમી છે.
નજીકનાં મંદિરો

1). નીલકંઠધામ અટલાદરા 77 કિમી.
2). કુબેરેશ્વર મહાદેવ મંદિર, વડોદરા 79 કિમી.
3). પોઈચાધામ -87 કિમી.

રહેશો ક્યાં – 

ધર્મશાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા છે.
રહેવાની સુવિધા છે: ધર્મશાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા છે.

આરતીનો સમય

સવારે 6.00 વાગ્યે, સાંજે સંધ્યા સમયે

વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

Destination – 7 ગીર સોમનાથ (Gir-Somnath)

 


ગુજરાતમાં મુલાકાત લેવા માટે સૌથી પ્રખ્યાત જગ્યા છે ગીર સોમનાથ. અરબી સમુદ્રની બાજુમાં તેનું સ્થાન હોવાથી તેની સુંદરતામાં વધારો થાય છે. ગીરસોમનાથનું વિશાળ જંગલ જે લીલા સમુદ્ર જેવું વૈભવી લાગે છે. ગીરસેમનાથનું નિર્માણ યાદવ વંશ દ્વારા કરાયેલુ હોવાનુ માનવામાં આવતુ હોવાથી તેનું પૌરાણીક મહત્વ પણ છે. ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનો એક ગીર સોમનાથમાં છે. દિવાલો પર કરવામાં આવેલી જટિલ કોતરણી અને શિવજીની પ્રાચીન મૂર્તીઓ, સંસ્કૃતમાં લખેલા શિલાલેખો વગેરે મંદિરની ભવ્યતામાં વધારો કરે છે.

વિમાન દ્વારા સોમનાથથી નજીકનું એરપોર્ટ રાજકોટ છે, જે શહેરથી 195 કિ.મી.ના અંતરે આવેલું છે. સંખ્યાબંધ ફ્લાઇટ્સ અહીંથી ઉડતી રહે છે

 
ટ્રેન દ્વારા ગીરસોમનાથ ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું છે. સંખ્યાબંધ ટ્રેનો દ્વારા આ શહેર દેશના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે. એવી ઘણી એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો છે જે રોજ ચાલે છે .
 
માર્ગ દ્વારા રાજ્ય પરિવહન નિગમ ગીરસોમનાથને ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના તમામ મોટા શહેરો અને નગરો સાથે જોડતી બસો ચલાવે છે.
 

ક્યાંં રહેશો – હોટલ બુક કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો

અહીં ક્લિક કરો

Destination – 8 સાસણગીર (Sasan Gir)

 

સાસણગીર એ જૂનાગઢ જિલ્લામાં આવેલુ છે. ગીરનનું આ અભ્યારણ એશિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. ગીરના અભ્યારણમાં તમને પ્રાકૃતિક આશ્રયસ્થાનમાં રહેતા પ્રાણીઓને નજીકથી જોવાની તક મળે છે. તમે પ્રાણીઓને સહપરિવાર અને પ્રાકૃતિક અંદાજમાં જોઇ શકો છો. ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે. ગીરમાં ચિત્તાની સંખ્યા પણ ખુબ જ વધું પ્રમાણમાં છે. ભારતમાં અન્ય અભ્યારણો કરતાં અહીંયા ચિત્તાની સંખ્યા વધારે છે. ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. ગીર એક એવું અભ્યારણ છે જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વધુમાં વધું જાતો જોવા મળે છે. અહીંયા સસ્તન પ્રાણીઓની ત્રીસ, સરીસૃપોની વીસ તેમજ જીવજંતુઓની કેટલીયે જાતો જોવા મળે છે.

માર્ગ દ્વારા – જૂનાગઢ (60 કિ.મી.) અને વેરાવળ (45 કિ.મી.) રાષ્ટ્રીય ઉદ્યાનથી બસ જોડાણ ધરાવે છે.

ટ્રેન દ્વારા – જૂનાગઢ  (60 કિ.મી.) અને વેરાવળ (45. કિ.મી.) એ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી મુખ્ય રેલ્વે વડા છે.

વિમાન દ્વારા – ગીર નેશનલ પાર્કનું નજીકનું એરપોર્ટ રાજકોટ છે, જે લગભગ 170 કિલોમીટર દૂર છે.

જંગલ સફારી બુક કરવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો

અહીં ક્લિક કરો

Destination – 9 ચાંપાનેર અને પાવાગઢ (Champaner & Pavagarh)

 

ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું છે. પાવાગઢનું પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ છે ને વધારામાં ચાંપાનેરમાં આવેલો ઐતિહાસિક કિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવેલી કલાત્મક મોતી મસ્જિદ અને જામા મસ્જિદ કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આસપાસ રહેલી સુંદર વનરાજી અને અહીં રહેલી વન્યસૃષ્ટિ ને કારણે પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફર્સ આ સ્થળની મુલાકાત લેવાનું ચુકતા નથી.

માર્ગ દ્વારા – નેશનલ હાઇવે નંબર 8 પરથી તમે પહોંચી શકો છો. તે વડોદરાથી નજીક જ છે

ટ્રેન દ્વારા –  મુંબઇ-દિલ્હી પશ્ચિમ રેલ્વે મેઇનલાઇન પર આવેલું છે અને શતાબ્દી અને રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોથી જોડાયેલું છે.

વિમાન દ્વારા – ઘરેલું ફ્લાઇટ્સ વડોદરા (BDQ) ને ભારતના મોટા શહેરો સાથે જોડે છે.

રહેશો કયાં – ગુજરાત ટુરિઝમની વેબસાઇટ પરથી તમે હોટલ બુક કરી શકો છો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે હોટલ બુક કરી શકો છો

અહીં ક્લિક કરો

Destination – 10  નરારા ટાપુ (Narara Island)

 

નરારા ટાપુ પ્રવાસીઓ માટે આકર્ષણનું બન્યુ છે કારણ કે આ એકમાત્ર ટાપુ છે જ્યાં તમે બોટની જગ્યાએ વાહન લઇને માર્ગ દ્વારા જઇ શકો છો . ભૌગોલીક રીતે કચ્છના અખાતમાં હોવાથી અંહી દરીયો ઓટના સમયે આશરે 3 થી 3.5 કિમી સુધી અંદર જતો રહે છે. એટલે કે એ વિસ્તારમાં દરીયો નહી પરંતુ રણ જેવો વિસ્તાર ઓટના સમયે થાય છે. જે દરીયાઈ જીવ માટે પણ સ્વર્ગ માનવામાં આવે છે. અંહી અસંખ્ય દરીયાઈ જીવ વરસાટ કરતા હોવાથી દરીયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસુ લોકો અંહીની મુલાકાત લેતા હોય છે.

નરારા ટાપુમાં આવવા માટે શિળાયાનો સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ નરારા દરીયાઈ જીવ સુષ્ટિનો નજારો નિહાળવા માટે ખાસ ભરતી-ઓળના સમયની માહિતી મેળવી જરૂરી છે.

કઇ રીતે પહોંચશો

જામનગરથી 62 કિમીની અંતરે જામનગર – ખંભાળીયા હાઈવે પર ખંભાળીયા વાડીનાર પાસે નરારા ટાપુ વિસ્તાર આવેલો છે. વાડીનારથી 6 કિમીના અંતરે નરારા ટાપુ છે. અંહી જવા માટે કોઈ ખાસ વાહનોની વ્યવસ્થા તો નથી. પરંતુ ખાનગી વાહનો દ્રારા પર્યટકો, પ્રવાસી, તેમજ દરીયાઈ જીવ સુષ્ટિના અભ્યાસુ લોકો દોડી આવે છે.

અહીં આવતા પ્રવાસીઓને મરીન નેશનલ પાર્કની પ્રવેશ ફી ભરવાની હોય છે. જે સોમવારથી શુકવાર વ્યકિત દીઠ 40 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે વ્યકિત દીઠ 50 રૂપિયા હોય છે. અંહી મરીન નેશનલ પાર્ક દ્રારા ખાસ મરીન લાઈફનો લાઈવ ડેમો જોઈ શકાય છે