Zomato Down ! યુઝર્સે કરી ફરિયાદ, એપમાંથી ફૂડ ઓર્ડર નથી થતા

95 ટકા યુઝર્સ એપમાંથી ઓર્ડર કરવામાં અસમર્થ થયા છે દિલ્હી સહિત દેશના અનેક શહેરોના યુઝર્સ ઝોમાટો (Zomato) પર આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Zomato Down ! યુઝર્સે કરી ફરિયાદ, એપમાંથી ફૂડ ઓર્ડર નથી થતા
Zomato Down Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 9:26 PM

Zomato Down : ભારતમાં પ્રખ્યાત ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ ઝોમાટોનું સર્વર આજે ડાઉન થઈ ગયુ છે. આ સમસ્યા થતા, સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગેની ફરિયાદ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, ઓનલાઈન એપ પરથી કોઈ પણ વસ્તુનો ઓર્ડર નથી થઈ રહ્યો. લગભગ સાંજે 7થી 8 વાગ્યાના સમયગાળાથી આ સમસ્યાની શરુઆત થઈ હતી. 95 ટકા યુઝર્સ એપમાંથી ઓર્ડર કરવામાં અસમર્થ થયા છે દિલ્હી સહિત દેશના અનેક શહેરોના યુઝર્સ ઝોમાટો (Zomato) પર આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે કરી ફરિયાદ

ઝોમેટોએ ટ્વિટર પર આપી માહિતી

Abhinav નામના એક ટ્વિટર યુઝરની ટ્વિટના જવાબમાં ટ્વિટરે આ સમસ્યા અંગે માહિતી આપી હતી. ઝોમેટોએ જણાવ્યુ કે, અમે અસ્થાયી ખામીનો સામનો કરી રહ્યા છીએ. કૃપા કરીને ખાતરી રાખો કે અમારી ટીમ આના પર કામ કરી રહી છે અને અમે ટૂંક સમયમાં કામ કરવા તૈયાર થઈ જઈશું. ઝોમેટા સર્જાયેલી આ ખામીને કારણે લોકો રાત્રે લગભગ 8 વાગ્યેથી પરેશાન થઈ રહ્યા છે. ઝોમાટો લગભગ તેના માટે થઈ રહેલી દરેક ટ્વિટનો આવો જવાબ આપી રહ્યા છે. હાલમાં સમાચાર એ પણ મળી રહ્યા છે કે ઝોમાટોની સમસ્યાનું સમાધાન થઈ ગયુ છે. અને એપ પહેલાની જેમ કામ કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">