જો તમારા ફોનમાં પણ હોય આ 17 એપ તો તરત કરો ડિલીટ, નહીં તો લાગશે મોટો ચૂનો

જો તમારા ફોનમાં પણ હોય આ 17 એપ તો તરત કરો ડિલીટ, નહીં તો લાગશે મોટો ચૂનો
Mobile Apps
Image Credit source: twwiter

Tech Tips: એપમાં તમે તમારી જે વ્યક્તિગત માહિતી લિંક કરો છો, તેની મદદથી જ મોટાભાગના ફ્રોડ થાય છે. ચાલો જાણીએ એવી 17 એપ વિશે જે તમને ચૂનો લગાડી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 21, 2022 | 11:00 PM

Smartphone Alert : ટેકનોલોજીના વિકાસની સાથે સાથે દુનિયામાં હાલમાં હજારો-લાખોની સંખ્યામાં એપ (Apps) અને વેબસાઈટ ઉપલબ્ધ છે. તેની સાથે સાથે હાલમાં સાયબર ક્રાઈમ અને હેકિંગના પણ કેસ વધી ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમારા ફોનમાં ડાઉનલોડ થયેલી એપ પણ તમને લૂંટી શકે છે. તેથી કોઈ એપને ડાઉનલોડ કરતા માટે પહેલા તમારે જાણવું જરૂરી છે કે તે એપ ક્યા દેશની છે, તે એપ શું કામ કરે છે વગેરે. થોડા સમય પહેલા ભારતમાંથી સુરક્ષાના કારણોસર ઘણી બધી એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એપમાં તમે તમારી જે વ્યક્તિગત માહિતી લિંક કરો છો, તેની મદદથી જ મોટાભાગના ફ્રોડ થાય છે. ચાલો જાણીએ એવી 17 એપ વિશે જે તમને ચૂનો લગાડી શકે છે.

1. Document Manager : આ એપ તમારા દસ્તાવેજોને સુવ્યવસ્થિત રીતે રાખવા માટે છે. આ એપ તમારા દસ્તાવેજોને લીક પણ કરી શકે છે અને તેનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે.

2.Coin Track Loan – Online Loan : આ એપ જણાવે છે કે તમે લોન લેવા માટે લાયક છો કે નહીં. આ એપમાં પણ તમારી વ્યક્તિગત માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે છે.

3.Cool Caller Screen : આ એપ યુઝરને કોલર સ્ક્રીન બદલવાની પરવાનગી આપે છે, જે બદલામાં તમને નુકસાન પહોંચાડી શકે છે.

4.PSD Auth Protector : આ એક ગેમિંગ એપ છે. આ એપમાં પણ તમારી વ્યક્તિગત માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે છે.તેને પણ તાત્કાલિક ડિલીટ કરવાની જરૂર છે.

5.RGB Emoji Keyboard : લોકો આ એપને ઈમોજી માટે ડાઉનલોડ કરે છે.તેને પણ તાત્કાલિક ડિલીટ કરવાની જરૂર છે.

6.Camera Translator Pro : આ એપ એવો દાવો કરે છે કે કેમેરાથી જે પણ સ્કેન કરવામાં આવશે તે સંબંધિત ભાષામાં અનુવાદ કરવામાં આવશે. તેની મદદથી તમારો તે ડેટા લીક થઈ શકે છે.

7.Fast PDF Scanner : આ એપ પીડીએફ ઝડપથી સ્કેન કરવાનો દાવો કરે છે.

8.Air Ballon Wallpaper : આ એક એવી એપ છે જે તમને વોલપેપર બદલવા દે છે.

9.Colorfur Messanger : આ એપ કલરફુલ મેસેજ મોકલવાની સુવિધા આપે છે.

10.Thug Photo Editor : ફોટો એડિટ કરવા માટે આ એપનો ઉપયોગ કરવામાં આવે છે.

11.Anime Wallpaper : આ એપનો ઉપયોગ વોલપેપર બદલવા માટે પણ થાય છે.

12.Peace SMS : આ એપ પીસ મેસેજીસ સૂચવવાનું કામ કરે છે, જેથી તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી શકાય.

13.Happy Photo Collage : લોકો ફોટો કોલાજ માટે આ એપ ડાઉનલોડ કરે છે.

14.Pellet Messages : પેલેટ સંદેશાઓ માટે એપ્લિકેશન ડાઉનલોડ.

15.Smart Keyboard : લોકો કીબોર્ડને સ્માર્ટ બનાવવા માટે આ એપ ડાઉનલોડ કરે છે.

16.Original Messangers : આ એક મેસેન્જર એપ પણ છે જેના દ્વારા તમે છેતરાઈ શકો છો.

17. 4K Wallpapers : આ એપનો ઉપયોગ વોલપેપર બદલવા માટે પણ થાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati