હવે તમે ફેસબુક પર અન્ય યુઝર્સના લોકેશન જોઈ શકશો નહીં, બંધ થવા જઈ રહ્યું છે આ ખાસ ફીચર

મેટા-માલિકીની કંપનીએ વપરાશકર્તાઓને નિયર ફ્રેન્ડ્સ અને અન્ય લોકેશન-આધારિત ફીચર્સ (Location Features) બંધ કરવા વિશે સૂચિત કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર યુઝર્સને તેમના મિત્રોના રિયલ ટાઈમ લોકેશનને ટ્રેક કરવા દે છે.

હવે તમે ફેસબુક પર અન્ય યુઝર્સના લોકેશન જોઈ શકશો નહીં, બંધ થવા જઈ રહ્યું છે આ ખાસ ફીચર
Facebook (File Photo)Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 1:54 PM

ફેસબુક (Facebook)એ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતું સૌથી મોટું અને સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જે લોકોને એકબીજા સાથે જોડવા અને વાતચીત કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ શેર કરે છે. આવી સ્થિતિમાં, ફેસબુક હવે તેના પ્લેટફોર્મ પર નિયરબાય ફ્રેંડ્સ ફીચર (Nearby Friends Feature)આપે છે જે વપરાશકર્તાઓને તેમના કરંટ લોકેશનને અન્ય ફેસબુક વપરાશકર્તાઓ સાથે શેર કરવાની મંજૂરી આપે છે, જે આ વર્ષે 31 મેથી ઉપલબ્ધ રહેશે નહીં.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝરના અહેવાલો અનુસાર, મેટા-માલિકીની કંપનીએ વપરાશકર્તાઓને નિયર ફ્રેન્ડ્સ અને અન્ય લોકેશન-આધારિત ફીચર્સ (Location Features)બંધ કરવા વિશે સૂચિત કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર યુઝર્સને તેમના મિત્રોના રિયલ ટાઈમ લોકેશનને ટ્રેક કરવા દે છે.

એકવાર ઈનેબલ થયા પછી, વપરાશકર્તાઓને જાણ કરવામાં આવશે જ્યારે તેમના મિત્રો તેમના કરંટ લોકેશનની નજીકના સ્થાન પર હશે. નિયર ફ્રેન્ડ્સની સાથે ફેસબુક વેધર એલર્ટ, લોકેશન હિસ્ટ્રી અને બેકગ્રાઉન્ડ લોકેશન પણ બંધ કરી રહ્યું છે. ટ્વિટર પર યુઝર્સની અનેક પોસ્ટ્સ અનુસાર, ફેસબુકે એપ પર એક સૂચના દ્વારા ફ્રેન્ડ્સ નિયરબાય ફીચરને બંધ કરવાની જાહેરાત કરી છે. યુઝર્સને મોકલવામાં આવેલ નોટિફિકેશનમાં કંપનીએ કહ્યું કે આ ફીચર જે યુઝર્સને એ શોધવામાં મદદ કરે છે કે કયા મિત્રો નજીકમાં છે અથવા મુસાફરી પર છે તે હવે 31 મે, 2022થી ઉપલબ્ધ રહેશે નહીં.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ફેસબુક આ ફીચર્સ દૂર કરવા જઈ રહ્યું છે

હવામાન એલર્ટ, લોકેશન હિસ્ટ્રી અને બેકગ્રાઉન્ડ લોકેશન સહિત બીજા લોકેશન બેઈઝ્ડ ફીચર્સ પણ પ્લેટફોર્મથી ગાયબ થઈ રહ્યા છે. કંપનીએ યુઝર્સને લોકેશન હિસ્ટ્રી સહિતનો ડેટા ડાઉનલોડ કરવા માટે આ વર્ષે 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જે બાદ તેને દૂર કરવામાં આવશે. જોકે, ફેસબુકે સ્પષ્ટતા કરી હતી કે તે અન્ય એક્સપીરિયંસ માટે યુઝર્સની લોકેશન માહિતી એકત્રિત કરવાનું ચાલુ રાખશે.

ફેસબુકે 2014માં iOS અને એન્ડ્રોઇડ બંને પર નિયર ફ્રેન્ડ્સ ફીચર લાવવાનું શરૂ કર્યું હતું. ઓપ્શનલ ફીચર બતાવે છે કે કયા મિત્રો નજીકમાં છે અથવા સફરમાં છે. એકવાર તમે નીયર ફ્રેન્ડ્સ ફીચરને ઈનેબલ કરી લો તે પછી, જ્યારે મિત્રો આસપાસ હોય ત્યારે તમને જાણ કરવામાં આવશે, જેથી તમે તેમનો સંપર્ક કરી શકો અને તેમને મળી શકો. ઉપરાંત, તમે જોઈ શકો છો કે તમારો મિત્ર ક્યારે મુસાફરી કરી રહ્યો છે અને તેઓ કયા શહેરમાં છે તે જોઈ શકો છો.

તાજેતરમાં, કંપનીએ તેના લોંચ થયાના એક વર્ષ કરતાં ઓછા સમયમાં પોડકાસ્ટ પ્લેટફોર્મ બંધ કરવાની તેની યોજનાની જાહેરાત કરી હતી. આ પગલું ફેસબુકના ઓડિયો પ્રોડક્ટના પુનઃમૂલ્યાંકનનો એક ભાગ છે. ગયા વર્ષે, ફેસબુકે યુઝર્સને તેના પ્લેટફોર્મ પર રાખવા અને અન્ય પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે યુ.એસ.માં પોડકાસ્ટ અને લાઈવ ઓડિયો સ્ટ્રીમ્સ લોન્ચ કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">