આખરે ટ્વીટરને ટક્કર આપનાર કોણ છે koo appના માલિક, શું આ એપનું છે ચાઈનીઝ કનેક્શન ?

આખરે ટ્વીટરને ટક્કર આપનાર કોણ છે koo appના માલિક, શું આ એપનું છે ચાઈનીઝ કનેક્શન ?

સરકાર અને ટ્વીટર વચ્ચે ચાલી રહેલી તકરારમાં દેસી માઈક્રોબ્લોગિંગ koo app ચર્ચામાં છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ ડાઉનલોડ મળી ચૂક્યાં છે.

Charmi Katira

| Edited By: Bipin Prajapati

Feb 11, 2021 | 2:33 PM

સરકાર અને ટ્વીટર વચ્ચે ચાલી રહેલી તકરારમાં દેસી માઈક્રોબ્લોગિંગ koo app ચર્ચામાં છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ ડાઉનલોડ મળી ચૂક્યાં છે. koo app હજુ 4 ભાષા હિન્દી,તમિલ, તેલુગુ અને કન્નડમાં ઉપલબ્ધ છે. પ્લેસ્ટોરમાં 10 લાખથી વધુ ડાઉનલોડ થઇ ચુક્યા છે. આ એપએ બેંગ્લોરની બોમ્બીનેટ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડએ બનાવી છે.

વધતી લોકપ્રિયતા એંક સવાલ પણ ઉઠી રહ્યા છે. આખરે કુ એપના માલિક કોણ છે? અને શું તેનું ચિની કનેક્શન છે? કુ એપ્લિકેશનના કો-ફાઉન્ડર અને સીઈઓ અપ્રમેય રાધાકૃષ્ણ છે. તેણે કહ્યું છે કે ચીની રોકાણકાર શુનવેઇ કેપિટલને સંપૂર્ણપણે બહાર કાઢવામાં આવશે અને આ એપ પુરી રીતે આત્મનિર્ભર રહેશે. રાધાકૃષ્ણએ એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે વાત કરી હતી.

ચીનના રોકાણકારો શુનવેઇ કેપિટલએ કુ અને Vokalની પેરેન્ટ કંપની બોમ્બિન ટેકનોલોજીમાં રોકાણ કર્યું હતું. રાધાકૃષ્ણએ જણાવ્યું છે કે, ‘શુનવેઇએ પ્રારંભિક બ્રાન્ડ વોકલમાં રોકાણ કર્યું હતું. અમે અમારા બિઝનેસ કુ પર ફોકસ કર્યું છે અને હવે શુનવેઇ બહાર નીકળશે. અમે ટ્રુલી આત્મનિર્ભર એપ છીએ. ‘ કુના સીઈઓએ ટ્વિટર પર જાણકારી આપી હતી કે, શુનવેઈનો કંપનીમાં સિંગલ ડિજિટમાં હિસ્સો છે.

Tracxnના જણાવ્યા અનુસાર, શુનવેઇ કેપિટલની 31 માર્ચ 2019 સુધીમાં કંપનીમાં 11.1 ટકા હિસ્સો હતો. કંપનીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેણે એક્સેલ, કાલરી કેપિટલ, બ્લૂમ વેન્ચર્સ અને 3one4 કેપિટલ પાસેથી 41 લાખ ડોલર એકત્રિત કર્યા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati