આટલાં સ્ટેપ્સમાં બની જશે WhatsApp માં તમારા જ ‘ઇમેજનું સ્ટીકર’

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હાલમાં દરેક યુઝર્સ માટે સ્ટીકર ફીચરની શરૂઆત કરી છે. તે હેઠળ યુઝર્સ ચેટ્સમાં સ્ટીકર્સ મોકલી શકે છે. કંપની જેના માટે થર્ડ પાર્ટી ડેવલપર્સના પણ સ્ટીકર્સ સામેલ કરવાની શરૂ કર્યું છે. દિવાળી દરમિયાન વ્હોટ્સએપમાં નવું સ્ટીકર ફીચરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોઇ પણ એન્ડ્રોયડ અને iOS યુઝર્સ ચેટ્સમાં સ્ટીકર મોકલી શકે […]

આટલાં સ્ટેપ્સમાં બની જશે WhatsApp માં તમારા જ 'ઇમેજનું સ્ટીકર'
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 5:08 AM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હાલમાં દરેક યુઝર્સ માટે સ્ટીકર ફીચરની શરૂઆત કરી છે. તે હેઠળ યુઝર્સ ચેટ્સમાં સ્ટીકર્સ મોકલી શકે છે. કંપની જેના માટે થર્ડ પાર્ટી ડેવલપર્સના પણ સ્ટીકર્સ સામેલ કરવાની શરૂ કર્યું છે.

દિવાળી દરમિયાન વ્હોટ્સએપમાં નવું સ્ટીકર ફીચરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોઇ પણ એન્ડ્રોયડ અને iOS યુઝર્સ ચેટ્સમાં સ્ટીકર મોકલી શકે છે. આ માટે એક સરળ રીત અપનાવવાની રહે છે. જો કે જેના માટે તમારે કેટલીક બાબતોની કાળજી પણ રાખવાની રહેશે. કંપનીએ પહેલી વખત થર્ડ પાર્ટી ડેવલપર્સના પણ સ્ટીકર્સ સામેલ કરવાની શરૂ કર્યું છે.

આ રીતે બનાવો ઇમેજનું સ્ટીકર

આ ફીચરની ખાસિયત છે કે તમે ઇચ્છો તો તમારા ફોટોને કસ્ટમ સ્ટીકર બનાવી શકો છો. એટલે તમારી તસવીરને ક્લિક કરીને તેને સ્ટીકરમાં બદલી શકો છો અને વ્હોટ્સએપ પર કોઇને પણ મોકલી શકો છો. જેના માટે તમારા કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
WhatsApp Stickers-Tv9

શું છે PNG અને JPG માં તફાવત ?

ખાસ વાત એ છેકે સ્ટીકર માત્ર PNG ફાઇલનું જ બની શકશે.

મોટેભાગે મોબાઇલમાાં ક્લિક કરવામાં આવતી ઇમેજ JPEG કે JPG ફોર્મેટમાં હોય છે. તેથી સૌથી પહેલા તમારે જે ફોટોનું સ્ટીકર બનાવું છે, તેને PNG ફોર્મેટમાં કનવર્ટ કરો.

WhatsApp Stickers-Tv9

ફોટોશોપ એપ થી PNG બનાવો

આ માટે ગૂગલ પ્લે સ્ટોરમાં બેકગ્રાઉન્ડ એરેજર કે વેક્ટર ઇમેજ એપ કે ફોટોશોપનો ઉપયોગ કરો. જે તમારી ફાઇલને PNG ફોર્મેટમાં કનર્વટ કરશે.

સ્ટેપ્સ:-1 : કસ્ટમ સ્ટીકર્સ માટે તમારા વોટ્સએપ નવા વર્ઝનનું હોવું જરૂરી છે. જેને ફોટોનું સ્ટીકર બનાવવાનું છે. તેને PNG ફોર્મેટમાં સેવ કરો. એક વખતમાં 3-4 ફોટો સેવ કરો. કારણકે એકથી વધારે સ્ટીકર્સ તૈયાર હોય છે.

WhatsApp Stickers-Tv9

પર્સનલ સ્ટીકર્સ ફોર વ્હોટ્સએપ

સ્ટેપ્સ:-2 : હવે ગૂગલ પ્લે સ્ટોરથી પર્સનલ સ્ટીકર્સ ફોર વ્હોટ્સએપ નામની એપ ડાઉનલોડ કરો.

WhatsApp Stickers-Tv9

ઇમેજ એડ કરો

સ્ટેપ્સ:-3 : તેને ઓપન કરો અને ઓપન કરતા તમારા સ્માર્ટફોનમાં સ્ટીકર્સ માટે જે પણ તસ્વીરો PNG ફોર્મેટમાં હશે તેને આ એપ જાતે ડિટેક્ટ કરી લેશે.

સ્ટેપ્સ:- 4:ફોટોની સામે એડ બટન દેખાશે તેને ક્લિક કરીને ફોટો એડ કરી લો.

WhatsApp Stickers-Tv9

ચેટ્સમાં જઇ સ્ટીકર આઇકોન પર ક્લિક

સ્ટેપ્સ:- 5 : હવે વ્હોટ્સએપ ઓપન કરીને ચેટ્સમાં જાઓ અને અહીં સ્ટીકર આઇકોન પર ક્લિક કરો.

સ્ટેપ્સ:-6 : પછી તમને સ્ટીકર્સનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો અને તમારા બનાવેલા સ્ટીકર્સને સેન્ડ કરી શકો છો.

WhatsApp Stickers-Tv9

સ્ટીકર્સ તમારા સ્ટીકર પેકમાં આવશે

સ્ટેપ્સ:-7 : તમારા દ્વારા બનાવવામાં આવેલા સ્ટીકર્સ તમારા સ્ટીકર પેકમાં સેવ થઇ જશે.

સ્ટેપ્સ:-8 : જેથી વારંવાર તેને બનાવવાની જરૂરત પડશે નહીં અને તમે કોઇને પણ મોકલી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">