Whatsapp અપડેટ 2022: વોઈસ મેસેજને મજેદાર બનાવવા Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp તેના પ્લેટફોર્મ પર વૉઇસ મેસેજ માટે ઘણી નવી સુવિધાઓ સામેલ કરવા જઈ રહી છે. આ ફીચર્સને કારણે યુઝર્સને વધુ સારો અનુભવ અને સારી સુવિધા મળશે.

Whatsapp અપડેટ 2022: વોઈસ મેસેજને મજેદાર બનાવવા Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ
(File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 08, 2022 | 12:43 AM

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપમાં (WhatsApp) સતત નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે, જેના કારણે તે એક દાયકા પછી પણ એટલું જ ઉપયોગી નિવડ્યું છે. હવે આ પ્લેટફોર્મમાં વધુ એક ફીચર સામેલ થવા જઈ રહ્યું છે. કંપની વોઈસ મેસેજને (Voicemail) વધુ આકર્ષક બનાવવા માંગે છે. મેટા (Meta) માલિકી હેઠળની આ લોકપ્રિય મેસેજિંગ એપમાં હાલમાં કેટલાક નવા ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં મેસેજ પર ઈમોજી રિએક્શનનો સમાવેશ થાય છે. 2022માં આ મેસેજિંગ એપમાં ઘણા નવા ફેરફારો જોવા મળશે, જેમાંથી એક હશે પોલ ફીચર્સ, મલ્ટી-ડિવાઈસ સપોર્ટ વગેરે.

વોટસએપ વોઈસ મેસેજિંગ હેઠળ આવનારા નવા ફીચર્સ હેઠળ યુઝર્સને ડ્રાફ્ટ પ્રિવ્યૂ, પોઝ અને રેઝ્યૂમ રેકોર્ડિંગનો વિકલ્પ પણ મળશે. આ સાથે ચેટ પ્લેબેકમાંથી બહાર, પ્લેબેક ફરી શરૂ કરવા અને વેવફોર્મમાં પણ સુધારો કરવામાં આવશે.

વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી આ સુવિધા 

વોટ્સએપ પર વોઈસ મેસેજ મોકલવાનું વર્ષ 2013માં શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે કંપની કે લોકો દ્વારા વ્હોટ્સેપના આ ફીચર પર વધુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આજે આ પ્લેટફોર્મ પર દરરોજ લગભગ 7 બિલિયન વૉઈસ મેસેજ મોકલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં એવું અનુમાન લગાવી શકાય છે કે આ સુવિધા હવે લોકપ્રિય થઈ રહી છે અને તેથી કંપની હવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટૂંક સમયમાં વ્હોટ્સેપના વોઈસ મેસેજમાં ઘણા નવા ફીચર્સ સામેલ કરવામાં આવશે.

વૉઇસ મેસેજમાં સુધારો થશે

અત્યારે ચેટમાંથી બહાર નીકળ્યા પછી પણ વોઈસ મેસેજ સાંભળી શકાય છે. ટૂંક સમયમાં યુઝર્સને વોઈસ મેસેજની નીચે થોભો અને ફરી શરૂ કરવાનો વિકલ્પ દેખાશે, જે ચેટની બહાર પણ હાજર રહેશે. આ ઉપરાંત, વેવફોર્મ વિઝ્યુલાઇઝેશન હેઠળ, વપરાશકર્તાઓને વૉઇસ સંદેશાઓ સાંભળવાનો વધુ સારો અનુભવ મળશે. આ તમામ સુવિધાઓને ટૂંક સમયમાં કંપની દ્વારા રિલીઝ કરવામાં આવશે.

મેસેજ રિએક્શન માટે નવા ઈમોજી આવી રહ્યા છે

વોટ્સએપ પ્લેટફોર્મમાં હવે નવા રિએક્શન ઇમોજી સામેલ થવા જઈ રહ્યા છે, જેની મદદથી યુઝર્સ મેસેજ પર ઈચ્છિત રિએક્શન અથવા તે મેસેજ પર ઈમોજીની મદદથી યોગ્ય રિએક્શન આપી શકશે. નજીકના ભવિષ્યમાં WhatsApp યુઝર્સ માત્ર ઇમોજીઝનો ઉપયોગ કરીને ચેટ સંદેશાઓ પર પ્રતિક્રિયા આપી શકશે એટલું જ નહીં, પરંતુ તે પણ જોઈ શકશે કે કોણે સંદેશ પર કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો – World Backup Day 2022: તમે આ 4 પ્લેટફોર્મ પર તમારા કન્ટેન્ટને મફતમાં સાચવી શકો છો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati