WhatsApp Tricks : તમારા ચહેરાને સ્કેન કરીને જ ઓપન થશે વોટ્સએપ ચેટ, બસ કરો આટલુ

આ ફિચરની ખાસ વાત તો એ છે કે ફેસ આઇડી અને ટચ આઇડી હોવા છતાં તમે નોટીફિકેશનમાંથી મેસેજનો જવાબ આપી શકો છો. સાથે જ વોટ્સએપ લોક હોવા છતાં તમે કોલ પણ રિસિવ કરી શકો છો.

WhatsApp Tricks : તમારા ચહેરાને સ્કેન કરીને જ ઓપન થશે વોટ્સએપ ચેટ, બસ કરો આટલુ
WhatsApp will only open by scanning your face
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:58 AM

દુનિયાભરના કરોડો લોકો વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ કરે છે. કોલ કરવો હોય, મેસેજ કરવો હોય, ઓડિયો મેસેજ મોકલવો હોય કે પછી વીડિયો કોલ કરવો હોય લોકોને સૌથી પહેલા વોટ્સએપ જ યાદ આવે છે. વોટ્સએપ પણ લોકો માટે નવા નવા ફિચર્સ રોલ આઉટ કરતુ રહે છે. પોતાના યૂઝર્સને વધુ સુવિધાઓ આપવા માટે વોટ્સએસ સતત કામ કરતુ રહે છે. તેવામાં હવે વોટ્સએપ એ પોતાના નવા ફિચર્સથી વધુ એકવાર લોકોને સરપ્રાઇઝ કરી દીધા છે. કંપની હવે એક એવુ ફિચર લઇને આવી છે કે જેની રાહ દરેક યૂઝર જોઇ રહ્યા હતા. આ ફિચર તમારી પ્રાઇવસી પોલીસી સાથે જોડાયેલુ છે. આ ફિચરના મદદથી વોટ્સએપ ચેટિંગને તમે ફેસ લોકથી (Face Lock) સિક્યોર કરી શક્શો.

ઘણી વાર એવુ બનતુ હોય છે કે તમારો કોઇ મિત્ર અથવા તો પરિજન તમારો ફોન માંગે છે અને તમારે તેમને આપવો પડે છે. ત્યારે તમારા ચહેરા પર એક જ ચિંતા હોય છે કે તેઓ તમારી વોટ્સએપ ચેટ ન ખોલે. જો તમારી સાથે પણ આવુ થતુ રહે છે તો હવે આ ટ્રીકને અપનાવીને તમે તમારી ચેટને સિક્યોર કરી શકો છો. અને પછી તમે નિશ્ચિંત થઇને કોઇના પણ હાથમાં તમારો ફોન આપી શક્શો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જો કે વોટ્સએપના આ ફિચરનો ઉપયોગ ફક્ત આઇફોન યૂઝર્સ જ કરી શક્શે. વોટ્સએપના આઇઓએસ 9 અને તેના બાદમાં આવેલા વર્ઝન એડિશનલ સિક્યોરિટી ફિચરની સાથે આવે છે. તે વોટ્સએપને ઓપન કરવા માટે ટચ આઇડી અથવા તો ફેસ આઇડીને ઇનેબલ કરવાની પરમિશન આપે છે. જો તમે પણ આ ફિચરનો ઉપયોગ નથી કરી શક્યા તો આજે અમે તેના વિશે તમને જણાવીશું.

આ સ્ટેપ્સ કરો ફોલોવ

  1. સૌથી પહેલા વોટ્સએપ સેટિંગમાં જાઓ.
  2. હવે એકાઉન્ટ પર ટેપ કરો
  3. હવે તમને પ્રાઇવસીનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  4. હવે સ્ક્રિન લોક પર ક્લિક કરો.
  5. હવે તમને ટચ આઇડી અથવા તો ફેસ આઇડી જેની પણ જરૂર હોય તેને સિલેક્ટ કરો.

આ ફિચરની ખાસ વાત તો એ છે કે ફેસ આઇડી અને ટચ આઇડી હોવા છતાં તમે નોટીફિકેશનમાંથી મેસેજનો જવાબ આપી શકો છો. સાથે જ તમે વોટ્સએપ લોક હોવા છતાં કોલ પણ રિસિવ કરી શકો છો.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર

આ પણ વાંચો –IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">