Whatsapp ની નવી પ્રાઇવેસી પોલિસી હોલ્ડ પર ,અહીં જાણો તમામ વિગત

વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટના જણાવ્યું જે તેણે હાલ પ્રાઈવેસી પોલિસી અપડેટને જ્યાં સુધી કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી રોકી રાખ્યું છે.

Whatsapp ની નવી પ્રાઇવેસી પોલિસી હોલ્ડ પર ,અહીં જાણો તમામ વિગત
Whatsapp tells Delhi HC new privacy policy on hold
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 4:03 PM

વોટ્સએપ( Whatsapp) ની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને ગત વર્ષથી સતત વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વોટ્સએપ ફેબ્રુઆરી માસમાં નવી પ્રાઈવેસી પોલિસી(Privacy Policy)  લાગુ કરવાની હતી. પરંતુ તેના વિરોધના પગલે તેને મે માસ સુધી મોકૂફ રાખી હતી. જેની બાદ વોટસએપે તેની પ્રાઈવેસી પોલિસી લાગુ કરવાનું કહ્યું હતું.

યુઝર્સ પર કોઇ દબાણ ઉભુ નહિ કરે

આ દરમ્યાન વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટ(Delhi Highcourt) ના જણાવ્યું જે તેણે હાલ પ્રાઈવેસી પોલિસી અપડેટને જ્યાં સુધી કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી રોકી રાખ્યું છે. વોટ્સએપે કોર્ટના એમ પણ જણાવ્યું કે આ પોલિસી સ્વીકાર કરવા માટે તે યુઝર્સ પર કોઇ દબાણ ઉભુ નહિ કરે તેમજ ના તો કોઇ ફીચરને બંધ કરશે. તેમજ આ પોલિસીનો સ્વીકાર ના કરનારા યુઝર્સના પણ કોઇ ફીચરને અસર થશે નહિ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

 વૉટ્સએપે દિલ્હી હાઇકોર્ટેને કહ્યું 

-જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ(Data Protection Bill)  લાગુ નહીં થાય ત્યાં સુધી તે યુઝર્સને તેની નવી પ્રાઈવેસી પોલિસી સ્વીકારવાનું દબાણ નહીં કરે. હાલ પોલીસીને અટકાવી દેવામાં  આવી છે. – વોટ્સએપે મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચ સમક્ષ સ્પષ્ટતા પણ કરી હતી કે પોલિસી સ્વીકાર ન કરનારા યુઝર્સના કોઇ    ફીચરને મર્યાદિત કરશે નહીં – વોટ્સએપ તરફથી રજૂઆત કરતાં વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે, અમે સ્વેચ્છાએ આ નીતિને અટકાવી છે. અમે લોકોને તે સ્વીકારવાની ફરજ પાડીશું  નહીં. – આ ઉપરાંત સાલ્વે જણાવ્યું હતું કે, તેમ છતાં વોટ્સએપ તેના યુઝર્સ માટે અપડેટ ડિસ્પ્લે કરવાનું ચાલુ રાખશે. – સિંગલ જજના હુકમ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ વોટ્સએપની અપીલ પર સુનાવણી કરી રહી હતી.

અદાલત ફેસબુક અને તેની સહાયક કંપની વોટ્સએપની અપીલ પર સુનવણી કરી રહી હતી. સીસીઆઇ દ્વારા વોટ્સએપની પ્રાઈવેસી પોલિસી પર તપાસ કરવાના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કરેલા સિંગલ જજના ચુકાદાને વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટના પડકાર્યો હતો.

જેમાં દિલ્હી હાઇકોર્ટે વોટ્સએપને ડેટા પ્રાઈવેસી પોલિસી પર પણ સવાલ પૂછ્યા હતા.હાઇકોર્ટ વોટસએપને પૂછ્યું કે તમારી વિરુદ્ધ આરોપ છે કે તમે યુઝર્સનો ડેટા બીજી કંપનીઓને વેચો છો. કોર્ટેએ એ પણ જણાવ્યું કે ભારતમાં વોટ્સએપની અલગ નીતિ છે. જ્યારે યુરોપ માટે અલગ નીતિ છે. એવું કેમ ?

આ પણ વાંચો :  ફિલ્મો માટે આ 10 મુસ્લિમ બોલીવુડ સ્ટાર્સે અપનાવ્યા હિંદુ નામ, કોઈ ગયું હીટ અને કોઈ ફ્લોપ

આ પણ વાંચો : Dubai: 196 ફૂટ ઉંડાઈ ધરાવતો વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ, અપાર્ટમેન્ટ, ગેરેજ, દુકાનો, જેવી તમામ સુવિધાઓથી સજ્જ એક જળમગ્ન શહેર, જુઓ વીડિયો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">