હવે જો તમને કોઈ WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલશે તો તેની ફરિયાદ સીધી કરી શકશો, જાણો કેવી રીતે

WhatsApp પર ઘણાં આપત્તિજનક સંદેશો અને ધમકી ભરેલા મેસેજ મળતાં હોય છે. જેના પર હવે ટેલિકોમ વિભાગે લોકોની મુશ્કેલીને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે તમારાં પર જો કોઈ પણ ધમકી ભર્યા મેસેજ કે કોઈ સંદેશો આવ્યો હોય તો તેનો સ્ક્રીન શોટ અને મોબાઈલ નંબર લઈ ટેલિકોમ વિભાગને જાણ કરવાની રહેશે. અને જે પછી […]

હવે જો તમને કોઈ WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલશે તો તેની ફરિયાદ સીધી કરી શકશો, જાણો કેવી રીતે
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 11:59 AM

WhatsApp પર ઘણાં આપત્તિજનક સંદેશો અને ધમકી ભરેલા મેસેજ મળતાં હોય છે. જેના પર હવે ટેલિકોમ વિભાગે લોકોની મુશ્કેલીને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે તમારાં પર જો કોઈ પણ ધમકી ભર્યા મેસેજ કે કોઈ સંદેશો આવ્યો હોય તો તેનો સ્ક્રીન શોટ અને મોબાઈલ નંબર લઈ ટેલિકોમ વિભાગને જાણ કરવાની રહેશે. અને જે પછી સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવશે.

છેલ્લા થોડાં સમયથી દેશમાં WhatsApp પર આપત્તિજનક સંદેશોનું ચલણ વધ્યું છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓને પણ ઘણી ફરિયાદ મળી રહી છે. જેના માટે ટેલિકોમ વિભાગે આ મહત્વનો નિર્ણય લીધો છે. એક ઈ-મેલ આડી હેલ્પલાઈન માટે જાહેર કરવામાં આવી છે, જે ccaddn-dot@nic.in છે. જ્યાં તમે આપત્તિજનક, ધમકી અથવા અશ્લીલ મેસેજ મોકલનાર સામે ફરિયાદ કરી શકે છે.

આ પણ વાંચો : આ હોટલમાં જઈ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ

આ અંગેની માહિતી ટેલિકોમ વિભાગના કંટ્રોલર કમ્યુનિકેશન્સ આશીષ જોશીએ ટ્વિટ કરીને આપી છે. જેના માટે ટેલિકોમ કંપનીઓ અને પોલીસ સાથે પણ વાત કરવામાં આવશે. હાલમાં પુલાવામા આંતકી હુમલા બાદ ઘણા વિવાદાસ્પદ અને અપમાન જનક મેસેજો વાયરલ થયા હતા. જે પછી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશમાં ડિજીટલીકરણ અને ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે. જેમાં ભારતના ડિજિટલ પ્લેટફોર્મની સુરક્ષા ખૂબજ આવશ્યક બની રહી છે. હાલમાં સરકારે સાયબર સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. જેને આગામી સમયમાં વધુ વિસ્તૃત કરવામાં આવશે.

[yop_poll id=1732]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">