AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp યુઝર્સની બલ્લે-બલ્લે! હવે રાત્રે 12 વાગ્યે જાગવાની જરૂર નથી, જલ્દી જ આવશે ‘મેસેજ શેડ્યૂલ’ ફીચર

વોટ્સએપ યુઝર્સ માટે એક ખૂબ જ ખુશખબર સામે આવી રહી છે. જો તમે પણ કોઈને રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરવા માટે જાગતા રહો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. વોટ્સએપ ટૂંક સમયમાં જ 'મેસેજ શેડ્યૂલ' (Message Schedule) કરવાનું એક ખાસ ફીચર લાવી રહ્યું છે.

WhatsApp યુઝર્સની બલ્લે-બલ્લે! હવે રાત્રે 12 વાગ્યે જાગવાની જરૂર નથી, જલ્દી જ આવશે 'મેસેજ શેડ્યૂલ' ફીચર
| Updated on: Oct 15, 2026 | 8:40 PM
Share

વોટ્સએપનો ઉપયોગ કરતા દરેક યુઝરને વર્ષોથી એ વાતની રાહ છે કે, આખરે ક્યારે એપમાં મેસેજ શેડ્યૂલ કરવાનો ઓપ્શન આવશે? ખરેખર તો કેટલીક વાર કોઈને રાત્રે 12 વાગ્યે જન્મદિવસની શુભેચ્છા આપવી હોય, તો મેસેજ મોકલવા માટે જાગવું પડે છે પરંતુ જો શેડ્યૂલ મેસેજવાળો ઓપ્શન હોય તો મેસેજ લખીને શેડ્યૂલ કરી શકાય છે.

આ જ કારણ છે કે, દરેક વ્યક્તિ આ ફીચરની લાંબા સમયથી રાહ જોઈ રહી છે. એવામાં હવે એવું લાગે છે કે, ટૂંક સમયમાં જ આ ફીચર વોટ્સએપ યુઝર્સને મળી શકે છે. તાજેતરમાં જ એક રિપોર્ટ પરથી આ વાતની ખબર પડી છે કે, કંપનીએ કેટલાક એન્ડ્રોઇડ બીટા યુઝર્સ સાથે શેડ્યૂલ્ડ મેસેજ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

WhatsApp Schedule Feature કેવી રીતે મદદ કરશે?

આ ફીચર માત્ર મેસેજ જ નહીં પરંતુ લિંક્સ, ફોટો અને વીડિયોને પણ પાછળથી મોકલવા માટે શેડ્યૂલ કરવાની સુવિધા આપશે. આ ફીચર ગ્રુપ અને ઈન્ડિવિઝ્યુઅલ (અંગત) ચેટ બંને માટે આવી શકે છે. શેડ્યૂલ મેસેજ સેન્ડ થાય તે પહેલાં યુઝર તેને ચેક અને ડિલીટ પણ કરી શકશે.

WABetaInfo (વોટ્સએપ ડેવલપમેન્ટ પર નજર રાખતી સાઈટ) મુજબ, વોટ્સએપ બીટાના એન્ડ્રોઇડ વર્ઝન 2.26.40.7 માં આ ફીચરને સ્પોટ કરવામાં આવ્યું છે. મેસેજને શેડ્યૂલ કરવા માટે સૌથી પહેલા મેસેજને ટાઈપ કરો અને પછી સેન્ડ બટનને હોલ્ડ કરી (દબાવી) રાખો. જો ફીચર ઉપલબ્ધ હશે, તો તારીખ અને ડિલિવરી ટાઈમ સેટ કરવા માટેનો ઓપ્શન દેખાવા લાગશે.

આ ફીચર ટેક્સ્ટ મેસેજ, લિંક, ફોટો અને વીડિયોને સપોર્ટ કરે છે. જો કે, યુઝર એક વારમાં માત્ર એક જ ફોટો કે વીડિયો શેડ્યૂલ કરી શકે છે. શેડ્યૂલ કરતા પહેલાં તમે ઈમેજને એડિટ અથવા કેપ્શન પણ ઉમેરી શકશો. રિપોર્ટ અનુસાર, મેસેજને 10 મિનિટ પહેલાંથી લઈને 2 અઠવાડિયા પહેલાં સુધી એડવાન્સમાં શેડ્યૂલ કરી શકાશે.

ઓફલાઈન હશે તો પણ જતો રહેશે Message?

સમય આવવા પર આશા છે કે, મેસેજ પોતાના આપમેળે જતો રહેશે, ભલે તે સમયે એપ બંધ હોય કે પછી ફોન ઓફલાઈન (ઇન્ટરનેટથી કનેક્ટેડ ન હોય) હોય. આ ફીચર ગ્રુપ ચેટમાં પણ કામ કરી શકે છે પરંતુ માત્ર એ જ મેમ્બર શેડ્યૂલ મેસેજ મેળવી શકશે, જે મેસેજ શેડ્યૂલ કરતી વખતે ગ્રુપનો હિસ્સો હતા. ત્યારબાદ જે કોઈ પણ પછીથી જોડાય છે, તેને તે મેસેજ મળવાની આશા નથી.

યુઝર્સને ચેટ ઈન્ફો સ્ક્રીનમાં એક ખાસ સેક્શન પણ મળી શકે છે, જેનાથી તેઓ શેડ્યૂલ કરેલા મેસેજને મોકલતા પહેલા જોઈ અને ડિલીટ કરી શકે છે. જો કોઈ યુઝર શેડ્યૂલ કરેલો મેસેજ ડિલીટ કરે છે, તો જેને મેસેજ મળવાનો હશે તેને આ અંગે કોઈ નોટિફિકેશન નહીં મળે. શેડ્યૂલ મેસેજ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સપોર્ટ કરી શકે છે.

Rule Change : અજાણ્યા નંબરથી કોલ આવશે તો પણ દેખાશે કોલરનું નામ, 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">