નવા ફીચર પર કામ કરી રહ્યું છે WhatsApp,તમારી વાતો સમજીને મોકલશે Stickers

લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, જ્યારે યુઝર્સ નવી સુવિધા હેઠળ કોઈ શબ્દ લખશો  ત્યારે તે જ પ્રમાણે સ્ટીકર સજેસ્ટ કરવામાં આવશે. નવી સુવિધા પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે,

નવા ફીચર પર કામ કરી રહ્યું છે WhatsApp,તમારી વાતો સમજીને મોકલશે Stickers
નવા ફીચર પર કામ કરી રહ્યું છે WhatsApp

લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, જ્યારે યુઝર્સ નવી સુવિધા હેઠળ કોઈ શબ્દ લખશો  ત્યારે તે જ પ્રમાણે સ્ટીકર સજેસ્ટ કરવામાં આવશે. નવી સુવિધા પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં જ Android અને iOS બંને યુઝર્સઓ માટે રજૂ કરવામાં આવશે. લીક થયેલા અહેવાલમાં આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ રીતે નવી સુવિધા કાર્ય કરશે

WABetaInfo ના અહેવાલ મુજબ, નવી સુવિધા ચેટ બારમાં લખાયેલ પ્રથમ શબ્દને સમજી જશે અને તેનાથી સંબંધિત સ્ટીકરોને મોકલશે. આ નવી સુવિધાનો સંબંધિત સ્ક્રીનશોટ અને વીડિયો પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં દેખાડે છે કે કોઇ શબ્દ લખ્યા પછી સ્ટીકરો જલદી ઉપલબ્ધ થશે. આ સ્ટીકર આયકન ફ્લેશ થવાનું શરૂ થશે. યુઝર્સે આ સ્ટીકર આઇકોન પર ટેપ કરવું પડશે તે પછી બધા સજેશન જોવા મળશે.

ઉદાહરણ તરીકે, જો તમે ચેટ બોક્સમાં લવ લખો છો, તો પછી લવ સ્ટીકરો દેખાવાનું શરૂ થશે. તેવી જ રીતે CRY લખવા પર રડવાની અને SAD લખવા પર દુખી સ્ટીકરો દેખાવાનું શરૂ કરશે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર સ્ટીકરો અને ઇમોજીનો ઉપયોગ વધારવાનું કામ કરી રહ્યું છે.

WhatsApp નવા સ્ટીકરો લાવ્યું

WhatsApp ને વધુ ચેટિંગને મનોરંજક બનાવવા માટે કંપનીએ છ નવા સ્ટીકર પેક રજૂ કર્યા છે. નવા પેક્સ આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યા છે. આ નવા સ્ટીકરો Betakkuma2,A BurdensomePigeon,Woman Cactus,Egg and Chup,Realistic Rabbit અને Square Cheese’s Daily Life છે.