WhatsAppના આ 5 નવા ફીચર્સ તમારી ચેટ બનાવશે સરળ

WhatsApp પર ઘણાં નવા ફીચર્સ અપડેટ થતાં રહે છે. હવે આ નવા પાંચ ફીચર્સ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેની સાથે તમારી ચેટ સરળ બની રહેશ. જેના લોન્ચ સાથે જ તમને ચેટિંગ કરવામાં ઘણી સરળતા રહેશે અને તેમજ ઘણું રસપ્રદ બની રહેશે. જાણો ક્યાં પાંચ ફીચર્સ જે તમારાં ચેટને ઘણું જ સરળ બનાવશે. 1. ગ્રુપમાં […]

WhatsAppના આ 5 નવા ફીચર્સ તમારી ચેટ બનાવશે સરળ
WhatsApp unknown facts- TV9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 5:09 AM

WhatsApp પર ઘણાં નવા ફીચર્સ અપડેટ થતાં રહે છે. હવે આ નવા પાંચ ફીચર્સ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેની સાથે તમારી ચેટ સરળ બની રહેશ. જેના લોન્ચ સાથે જ તમને ચેટિંગ કરવામાં ઘણી સરળતા રહેશે અને તેમજ ઘણું રસપ્રદ બની રહેશે. જાણો ક્યાં પાંચ ફીચર્સ જે તમારાં ચેટને ઘણું જ સરળ બનાવશે.

1. ગ્રુપમાં કરી શકશો પ્રાઇવેટ રિપ્લાય આ ફીચર લોન્ચ થવાની સાથે જ તમે વોટ્સએપ પર ગ્રુપમાં આવનાર મેસેજનો જવાબ કોઇને પણ વ્યક્તિગત રીતે આપી શકશો. જેના માટે મેસેજ સિલેકેટ કરવાનો રહેશે અને જે પછી ટોપ સ્ક્રીન પર જમણી બાજુમાં ત્રણ ડોટ જોવા મળશે. જ્યાંથી તમે પ્રાઇવેટ રિપ્લાઇનો ઓપ્શન સિલેકેટ કરી શકશો

2. ડાર્ક મોડ પર કરી શકશો ચેટ YouTube પર જે રીતે ડાર્ક મોડ એટલે કે નાઇટ મોડ ફીચર છે, તે રીતે વોટ્સએપ પર પણ હવે નાઇટ મોડ ફીચર મળશે. આ ફીચરનો ઉપયોગ કરો જેથી તમને રાતના અંધારામાં પણ કોઇ પણ તકલીફ વગર ઉપયોગ કરી શકશો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

3. છુપાવી શકશો ચેટ આ ફીચર WhatsApp ચેટને હાઇડ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ તમામ યૂઝર્સ પોતાની ચેટ હાઇડ કરવા માટે કરી શકે છે. જે પછી જ્યારે પણ તમારે હાઇડ કરવામાં આવેલી ચેટ વાંચવી હશે તો અર્કાઇવ ઓપ્શનમાં જઇને વાંચી શકો છો.

4. વીડિયો સાથે ચેટિંગ ઇન્સ્ટાગ્રામ અને YouTubeના વીડિયો સીધાં WhatsApp પર જોઇ શકશો. એટલે તમારી ચેટ દરમિયાન વોટ્સએપમાંથી YouTube પર જવાની જરૂર રહેશે નહીં. ત્યાંથી જ વીડિયો જોતાં જોતાં જ ચેટિંગ કરી શકશો.

5. પ્રિવ્યૂ નોટિફિકેશન WhatsApp પોતાના યૂઝર્સ માટે પ્રિવ્યૂ મીડિયાનો ઓપ્શન પણ લાવવા જઇ રહ્યું છે. જેની મદદથી યૂઝર્સને ફોટો અને વીડિયોના નોટિફિકેશનની મદદથી ફાઇલ ખોલ્યા વગર ડાઉનલોડ કરી શકશો.

હાલમાં આ તમામ ફીચર્સ WhatsAppના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયાં તમામ WhatsApp યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

શું છે એન્ડ્રોઇડ બીટા વર્ઝન ? બીટા વર્ઝન એટલે કે કંપની દ્વારા એન્ડ્રૉએડ બીટા પર એક્સેસની સુવિધા આપવામાં આવે છે. જેના ટેસ્ટિંગ અને નવા ફીચરના ફીડબેક પછી જ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. જે પછી જ તમે WhatsApp યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરી શકશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">