WhatsAppએ એડ કર્યા ઉપયોગી ફીચર્સ, બિઝનેસ એપમાં મળશે શોપિંગની સુવિધા તો પરેશાન કરતા લોકો માટે Always Muteનું ઓપ્શન
વોટ્સએપ જબરદસ્ત ફીચર્સ લાવી રહ્યું છે. વોટ્સએપ ગ્રાહકોને તેમની બિઝનેસ એપ્લિકેશન પર શોપિંગ કરવાની તક આપશે અને પરેશાન કરતા કોન્ટેક્ટને હંમેશા મ્યુટ કરવા ઓપશન પણ ઉપલબ્ધ કરાવશે. આ બંને ફીચર યુઝર્સ માટે ઉપયોગી સાબિત થવાની આશા સેવાઈ રહી છે. બિઝનેસ કરતા યુઝર્સ માટે WhatsApp Business નામની એક અલગ એપ્લિકેશન છે. આ એપને એક માર્કેટ પ્લેસની […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વોટ્સએપનું માનવું છે કે આ ફીચરની મદદથી નાના કારોબારીઓને તેમનો વ્યવસાય વધારવામાં મદદ મળશે. કંપનીએ આ નવી સુવિધા માટે તેના બિઝનેસ યુઝર્સને નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે. બિઝનેસ અને ગ્રાહકો બંનેને જાગૃત કરવા માટે ખાસ મામલાઓમાં તેમનો ડેટા ફેસબુક પર શેર કરવામાં આવશે. આ ઉપરાંત ફેસબુક હોસ્ટિંગ સોલ્યુશન માટે વધારાની ચુકવણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. વોટ્સએપ વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતી ફેસબુક હોસ્ટિંગ સેવાને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ કરવામાં આવશે. બિઝનેસ અને ગ્રાહકો વચ્ચેના મેસેજ અન્ય કોઈ પણ જોઈ શકશે નહીં. કંપનીએ દાવો કર્યો છે કે બિઝનેસમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર દુનિયાભરના 175 મિલિયન લોકો વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરે છે.
જો તમને ALWAYS MUTE સેટિંગ્સનો વિકલ્પ દેખાતો નથી તો તરત જ તમારે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને એપ્લિકેશનને અપડેટ કરો. ઘણા યુઝર્સ તરફથી સજેશન્સ મળ્યા હતા કે કેટલાક કોન્ટેક્ટ સતત મેસેજનો મારો ચલાવી પરેશાન કરતા હોય છે. કોન્ટેક્ટ મ્યુટ કરવા પહેલા નિશ્ચિત સમયગાળાના ઓપ્શન અપાય હતા. પરંતુ હવે આ સજેશન્સ ઉપર કામ કરતા ALWAYS MUTE ફીચર્સ એડ કરાયું છે. વોટ્સએપ ઘણા સમયથી તેના બીટા વર્ઝનમાં આ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે અને હવે તે Android અને iOS બંને એપ્લિકેશનો પરના તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ પૂર્વે WhatsAppએ તમામ વપરાશકર્તાઓ માટે એડવાન્સ સર્ચ વિકલ્પ રોલ આઉટ દીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો